Western Times News

Gujarati News

મોદી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્તિ આઇએએસ અધિકારી ઈડીની ઝપેટમા

નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્ત આઇએએસ અધિકારી હર્ષ મંદરના ઘર અને ઓફિસ પર દરોડા પાડયા હતાં સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નવી દિલ્હીમાં તેમના ઘર અને ઓફિસ પર આ દરોડો પડ્યા છે. હર્ષ મંદરને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ યુપીએ સરકારમાં સલાહકાર પરિષદના સભ્ય હતા.

ઇડીએ હર્ષ મંદર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમમાં પણ દરોડા પાડ્યા છે. આ વર્ષે જુલાઈમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્‌સ (એનસીપીસીઆર) એ દિલ્હી હાઈકોર્ટ પાસે માંગ કરી હતી કે હર્ષ મંદર સાથે જાેડાયેલા ચિલન્ડ્રન હોમ પર કાર્રવાઈ કરવામાં આવે.

જાેકે, હર્ષ મંદર વહેલી સવારે ફેલોશિપ કાર્યક્રમ માટે જર્મની જવા રવાના થયા હતા. હર્ષ મંદર ઘણી વખત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે વિરોધ કરતા જાેવા મળ્યા છે. દિલ્હીમાં થયેલી હિંસાના ચાર્જશીટમાં હર્ષ મંદરનું નામ પણ છે. ત્યારે હર્ષ મંદર પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. આ સિવાય ન્યાયતંત્ર વિશે તિરસ્કારજનક વાતો કહેવાનો આરોપ પણ હતો. હર્ષ મંદર પર આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો અને દિલ્હી હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

હર્ષ મંડેર આઇએએસ ઓફિસર હતા, પરંતુ ૨૦૦૨ ના ગુજરાત રમખાણોથી દુઃખી થયા બાદ તેમણે નોકરી છોડી દીધી અને બાદમાં તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય હતા જેની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.