Western Times News

Gujarati News

ઓલાએ બે દિ’માં ૧૧૦૦ કરોડનાં ઈ-સ્કૂટર વેચ્યા

નવી દિલ્હી, કોરોના વાયરસની મહામારીમાં ઘણાં લોકોની આવકમાં ઘટાડો થયો છે. પણ, ઓલા (ઓલા)ના ઈલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ૧ના વેચાણનો આંકડો જાણીને તમને આશ્ચર્ય થશે. કારણકે, ઓલાએ માત્ર ૨ દિવસમાં ૧,૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ઈ-સ્કૂટર વેચ્યા છે. ઓલા કંપનીએ કહ્યું કે તેમણે દર સેકન્ડે ૪ ઈ-સ્કૂટરનું વેચાણ કર્યું છે. પરંતુ, હાલ તેમણે પોતાના ઈ-સ્કૂટરનું વેચાણ રોકી દીધું છે. હવે દિવાળીના સમયે ૧ નવેમ્બરથી ફરી ઈ-સ્કૂટરનું વેચાણ શરૂ કરવામાં આવશે.

ઓલા ઈલેક્ટ્રિકે ગત બુધવારે પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારે ઓલાએ તેના ઈ-સ્કૂટરના ૨ વર્ઝન- ઓલા એસ૧ અને ઓલા એસ૧ પ્રોનું વેચાણ શરૂ કર્યું હતું. કંપનીએ પ્રથમ દિવસે ૬૦૦ કરોડ રૂપિયાના ઈ-સ્કૂટર વેચ્યા જ્યારે બંને દિવસોમાં ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ઈ-સ્કૂટરનું વેચાણ કર્યું છે.

ઓલાના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે એક ટિ્‌વટમાં જણાવ્યું કે ‘૨ દિવસમાં વેચાણ ૧,૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયું. હવે ખરીદી વિન્ડો તારીખ ૧ નવેમ્બરથી ફરીથી શરૂ થશે. ગ્રાહકોએ ઈ-સ્કૂટર માટેનો જે ઉત્સાહ દર્શાવ્યો હતો તે ચોક્કસપણે જાેવા મળ્યો. આ ભારતીય ઈ-કોમર્સમાં એકલા ઉત્પાદન માટે એક દિવસમાં (મૂલ્યના હિસાબે) સૌથી વધારે વેચાણનો ઈતિહાસ! આપણે ખરેખરમાં એક ડિજિટલ ભારતમાં રહીએ છીએ.

કંપનીએ એવો ખુલાસો નથી કર્યો કે અત્યાર સુધીમાં કેટલા ઓર્ડર મળ્યા છે. તેમણે માત્ર એવું જણાવ્યું કે આ ઈ-સ્કૂટરનો સપ્લાય ઓક્ટોબર ૨૦૨૧થી શરૂ થશે. ખરીદદારોને ખરીદીના ૭૨ કલાકની અંદર અનુમાનિત ડિલિવરી તારીખ વિશે જણાવવામાં આવશે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેની કિંમત ૮૫,૦૦૦ રુપિયા હોઈ શકે છે.

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સઃ આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર ૧૫૦ કિમી સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ ૯૦ કેએમપીએચ હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જર સાથે આવશે. ગ્રાહકો રેગ્યુલર વોલ સોકેટથી આ સ્કૂટર ચાર્જ કરી શકશે, સ્કૂટરમાં મોટી બુટ સ્પેસ પણ મળશે.

વીડિયો ટીઝરમાં બે હેલ્મેટ જેટલી બુટ સ્પેસમાં આપવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સ્કૂટરના બુટ સ્પેસમાં માત્ર એક હેલ્મેટની જ મંજૂરી છે, આ ફાસ્ટ ચાર્જર ૧૮ મિનિટમાં ૫૦% ચાર્જ થઈ જશે. તેમાં ૭૫ કિમીની રેન્જ મળશે. આ સાથે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ ઉપલબ્ધ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.