Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ એક થવાના સંકેત

મુંબઈ, શું શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં ફરી એક થઈ શકે છે? સીએમ ઉદ્વવ ઠાકરેએ હાલમાં જ આપેલા એક નિવેદનથી આ પ્રકારની અટકળો ફરી તેજ બની છે. ઠાકરેએ હાલમાં જ કેન્દ્રિય મંત્રી રાવસાહેબ દાણવે અને ભાગવત કરાડને ભવિષ્યના સંભવિત સાથી ગણાવ્યા હતા.

આ બંને નેતા મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ છે. ઠાકરેના આ નિવેદનથી રાજકીય પંડિતો એ વાતને લઈને મૂંઝવણમાં છે કે ઠાકરેએ આ નિવેદન મજાકમાં આપ્યું છે કે આવનારા સમયમાં આકાર લેનારી એક રાજકીય શક્યતાનો અંદેશો વ્યક્ત કર્યો છે? બીજી તરફ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સાથેના જાેડાણની અટકળોને ફગાવી દીધી છે.

ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા ઠાકરેએ જણાવ્યું હતું કે, મંચ પર બિરાજમાન મારા ભૂતપૂર્વ, હાલના અને જાે અમે સાથે આવ્યા તો ભવિષ્યના સાથીઓ દાણવે હાલ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી છે, અને જાલનાના સાંસદ છે. જ્યારે કરાડ નાણાં રાજ્યમંત્રી છે.

ઠાકરેએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, મને રેલવે એક કારણથી ખૂબ ગમે છે. તમે ટ્રેક છોડી નથી શકતા અને દિશા બદલી નથી શકતા. પરંતુ જાે ડાયવર્ઝન હોય તો તમે અમારા સ્ટેશન પર આવી શકો છો. તેમાં એન્જિન ટ્રેક નથી છોડવાનું.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલી શિવસેનાના નેતા ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે જાે દાણવે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુ કરાવવાના પ્રયાસ કરે તો તેઓ ચોક્કસ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સંપૂર્ણ ટેકો આપશે.

ઠાકરેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે હાલમાં જ કહ્યું હતું કે તેમને પૂર્વ મંત્રી ના કહેવામાં આવે. વળી, હાલમાં જ ઈડી દ્વારા શિવસેનાના નેતા અનીલ પરબને હવાલાના કેસમાં સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે.

ઔરંગાબાદના કાર્યક્રમ બાદ પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને શિવસેના અને ભાજપના જાેડાણ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સમય આવ્યે જ તેની ખબર પડશે. બીજી તરફ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સાથે ફરી આવવાની વાતને ફગાવી દીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.