Western Times News

Gujarati News

AIMIM ચીફ ઓવૈસી અમદાવાદમાં: કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકાવાના છે. AIMIM ચીફ ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા.

કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનને મળ્યા. તેઓ શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. એ ઉપરાંત તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે. તેઓ આજે સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટલમાં પોલીસે તેમને રોકી લીધા હતા.

ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા આજે ઓવૈસી ગુજરાતમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ડોન અતીક અહેમદ સાથે મુલાકાત કરવાના હતા પરંતુ જેલ વહીવટીતંત્રએ ઓવૈસી સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી નથી.

અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત પ્રવાસ પર જવાના છે. પ્રવાસ પર ગયા પહેલા તેમણે કહ્યુ કે તેઓ સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદ સાથે પણ મુલાકાત કરશે પરંતુ અતીક અહેમદ સાથે તેમની મુલારાત કરવા પર સાબરમતી જેલ વહીવટીતંત્રએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જેલ વહીવટીતંત્રનુ કહેવુ છે કે અતીકને માત્ર તેમના પરિજન અથવા સંબંધીઓ જ મળી શકે છે, ઓવૈસીને મુલાકાતની પરવાનગી આપવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.