Western Times News

Gujarati News

રશિયાની પર્મ યુનિવર્સિટીમાં ફાયરીંગઃ 8નાં મોત

નવી દિલ્હી, રશિયન યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ ખુલ્લેઆમ લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેના કારણે 8 લોકોના મોત થયા છે. પર્મ સિટી ખાતે એક વિદ્યાર્થીએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે વિદ્યાર્થી કોણ હતો અને કયા કારણસર તેણે આ પગલું ભર્યું તેની તપાસ ચાલુ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વિશ્વ વિદ્યાલયની ઘટનાનો હોવાનું કહેવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ એક અજ્ઞાત શખ્સ પીએસયુની એક બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હથિયારધારી વ્યક્તિ આશરે 11:00 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી હતી અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટના બાદ તરત જ તે ફરાર થઈ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ હુમલાની ઘટના વખતે કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં પૂરાઈ ગયા હતા જેથી તેઓ હુમલાખોરથી બચી શકે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદીને ભાગતા જોવા મળ્યા હતા. ગોળીબારની ઘટના બાદ સુરક્ષાદળના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.