Western Times News

Gujarati News

મહિલા રમતવીરોએ મહિલા રોકડ પુરસ્કાર મેળવવા 15 મી ઓક્ટોમ્બર સુધીમાં અરજી મોકલવા જોગ

અમદાવાદ જિલ્લાની મહિલા ખેલાડીઓ મહિલા રોકડ પુરસ્કાર 2021-22 ના લાભ મેળવવા 15-10-2021 સુધી અરજી કરી શકશે. જે મહિલા ખેલાડીઓએ રાજ્યકક્ષાની શાળાકીય/ખેલ મહાકુભ સ્પર્ધાઓ અનુક્રમે 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય

અથવા ભાગ લીધેલ હોય તેવી કોઇપણ એક જ રમતમાં અથવા એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના “માટેનું ફોર્મ સિનિયર કોચ, પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર, રૂક્ષ્મણીબેન હોસ્પિટલની સામે,ખોખરા, અમદાવાદની કચેરીથી મેળવવાનું રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા વર્ષ 2019-20,2020-21 માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે.

આ સ્પર્ધા માટે તારીખ 15ઓક્ટોમ્બર સાંજે 6.00 કલાક સુધીમાં અરજી રૂબરૂ જમા કરાવવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે ફોન નં. 079-22782323 પર સંપર્ક કરવા પ્રાદેશિક શિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.