Western Times News

Gujarati News

અમદાવાદના ર૮ મોલમાં ર૭૧ લોકોને સ્થળ પર જ વેકસીન આપવામાં આવી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વેકસીનના ૧.પ૦ લાખ કરતા વધુ ડોઝ લગાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર બગીચા જીમ્નેશીયમ, પરિવહન સેવા, મ્યુનિ. કાર્યાલય સહીતના સ્થળોએ પ્રવેશ માટે વેકસીન ફરજીયાત જાહેર કરી છે.

તદ્દપરાંત શહેરના જાહેર સ્થળોએ પણ મુલાકાતીઓના ચેકીંગ શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે સોમવારે સાત ઝોનના ર૮ મોલમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પ૦૦ જેટલા મુલાકાતીઓએ વેકસીન લીધી ન હોવાની વિગતો જાહેર થઈ હતી તેમને તંત્ર દ્વારા સ્થળ પર જ વેકસીન આપવામાં આવી હતી.

અમદાવાદ મનપા દ્વારા વેકસીન માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમજ જાહેર સ્થળોએ વેકસીન લીધી ન હોય તેવા નાગરીકોને ફરજીયાત વેકસીન આપવામાં આવી રહી છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ હેલ્થ વિભાગ દ્વારા ર૦ સપ્ટેમ્બરે ર૮ મોલમાં મુલાકાતીઓની ચકાસણી થઈ હતી તંત્ર દ્વારા અંદાજે ૪ર૧૪ નાગરીકોની તપાસ દરમ્યાન ૪૮૦ લોકોએ વેકસીન લીધી ન હોવાની વિગત બહાર આવી હતી પૂર્વઝોનના બે મોલમાં સૌથી વધુ ૧૭પ મુલાકાતીઓ વેકસીના વિના જ પ્રવેશ લીધા હતા તંત્ર દ્વારા ૧૭પ પૈકી ૧૬૪ વ્યક્તિઓને સ્થળ પર જ રસી આપવામાં આવી હતી.

જયારે પશ્ચિમ ઝોનમાં ૩૮, મધ્યઝોનમાં પ૯ તથા ઉ.પ.ઝોનમાં ૧૦ નાગરીકોને સ્થળ પર જ કોરોના રસી આપવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ઉતરઝોનમાં ૮૪, દક્ષિણ ઝોનમાં ૬૬ તેમજ દ.પશ્ચિમ ઝોનમાં ૧૧ મુલાકાતીઓએ વેકસીન લીધી ન હતી તેમ છતાં સ્પોટ પર રસીકરણ કરવામાં આવ્યુ ન હતુ. સોમવારે ર૮ મોલમાં ચકાસણી કરવામાં આવતા ૪ર૧૪ મુલાકાતીઓ પૈકી ૪૮૦ નાગરીકોએ વેકસીન લીધી ન હતી જેની સામે ર૭૧ મુલાકાતીઓને સ્થળ પર જ રસી આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશ્નરની જાહેરાત બાદ એએમટીએસ અને બીઆરટીએસમાં પણ વેક્સિનેશન કામગિરી સઘન બનાવવામાં આવી છે મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી ભાવિનભાઈ સોલંકી ના જણાવ્યા મુજબ એએમટીએસમાં ૩૮૧૩ ને પ્રથમ ડોઝ અન ે ૩૨૯૯ ને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે જનમાર્ગમાં ૩૫૬૮ને પ્રથમ ડોઝ અને ૨૫૯૬ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.