Western Times News

Gujarati News

સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત

સુરત, સુરતમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માત દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

આ અકસ્માત ઓલપાડ કીમ રાજ્ય ધોરી માર્ગ પર ભાદોલ ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, એક બળદ રોડ પર જઈ રહ્યો હતો અને આ બળદ સાથે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો અને ત્યાર બાદ બાઈક ચાલક રોડ પર પટકાઈ ગયો.

તે જ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકે બાઈક ચાલકને જીવતો જ કચડી નાંખ્યો હતો અને એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેમાં આ સમગ્ર ઘટના દરમિયાન બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલા અન્ય એક યુવક ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક પણે નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.