Western Times News

Gujarati News

મોદીની ૭મી અમેરીકી યાત્રા: ભારતને આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટીએ મજબુત કરવાનો ધ્યેયઃ

વિદેશ નીતિમાં કરેલા ધરખમ ફેરફારોથી વિશ્વભરમાં ભારતનું નામ ટોચ પર પહોંચ્યુઃ વડાપ્રધાને અમેરિકાના પ્રમુખ બાયડન ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ સાથે કરેલી બેઠક મહત્વપૂર્ણ સાબિત થશેઃ ઓસ્ટ્રેલિયા, જાપાન સહીતના દેશો સાથે ભારત સહયોગ વધારશે

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રચાયા બાદ ભારતની વિદેશ નીતિમાં મોટુ પરિવર્તન આવ્યુ છે જેના પરિણામે આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજતુ થઈ ગયું છે. ભારતે તેની વિદેશ નીતિમાં આમૂલ પરિવર્તનો કર્યાં છે સાથે સાથે ભવિષ્યને ધ્યાનમાં રાખી કેટલાક મહત્વપૂર્વકના અને બહાદુરી પૂર્વકના નિર્ણયો લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના અનેક નેતાઓને ચોંકાવી દીધા છે. Prime Minister Narendra Modi’s 7th US Visit

સોશિયલ મીડિયા પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ પસંદગીના નેતા બની ગયા છે. વડાપ્રધાન પદ ગ્રહણ કર્યાં બાદ નરેન્દ્ર મોદી સાતમી વખત અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. પરિણામ સ્વરૂપે વિશ્વભરના દેશોની નજર મોદીની અમેરિકા યાત્રા પર મંડાયેલી છે.

વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસથી સૌથી વધુ ચીન અને પાકિસ્તાનના નેતાઓ ચિંતિત બનેલા છે. પરંતુ આંતકવાદ સામે મોદી અગાઉ પણ અવાજ ઉઠાવતા હતા અને આજે પણ તેમણે તમામ દેશોને આતંકવાદ સામે એક સુત્ર થઈ તેનો પ્રતિકાર કરવા માટે આહ્‌વાન કરતા જાેવા મળ્યા છે.

એટલુ જ નહી પરંતુ ભારતના વિકાસ માટે અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરી ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશમાં વધુને વધુ વિદેશી રોકાણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેમાં સફળતા પણ મળી રહી છે.

ભારતના આર્થિક વિકાસની સાથે સાથે સંરક્ષણની દ્રષ્ટીએ પણ ભારત મજબુત બને તે માટેના પણ પ્રયાસો થઈ રહયા છે અને તેમાં એક પછી એક મહત્વપૂર્ણ શસ્ત્ર સોદા કરવામાં આવી રહયા છે. ભારત આજે વિશ્વભરના દેશોમાં ટોચ પર પહોચેલંુ છે અને આગામી દસકો ભારતનો હશે તેવુ નિષ્ણાંતો માની રહયા છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના વિકસિત ગણાતા દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે સાથે સંબંધો મજબુત બનાવી રહયા છે.

હાલની અમેરિકાની મુલાકાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્ય ધ્યેય આ દેશો સાથે સંબંધ વધુ મજબુત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાના અનેક સમીકરણો રચાવાના છે જે આગામી સમયમાં જાેવા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ જાે બાયડેન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પહેલીવાર રૂબરૂમાં મળ્યા.

બાયડેન સાથે શુક્રવારે મંત્રણા કરી હતી એ પહેલાં અમેરીકાની પાંચ ટોચની કંપનીઓના સીઈઓ સાથેની મુલાકાતની ઉદ્યોગ જગત અને  મીડીયામાં વિશેષ નોંધ લેવાઈ. આઈટી સોલાર અને ડ્રેોન ઉદ્યોગની પાંચ કંપનીઓના સીઈઓમાંથી બે તો ભારતીય કૂળના જ અમેરીકન છે.

એક તરફ વિશ્વનુૃ ધ્યાન અમેરીકન નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનું હતુ. તો બીજી તરફ સેન્સેક્ષે વટાવેલા ૬૦,૦૦૦ના સ્તરની ચર્ચામાં પણ ભારતીય અર્થતંત્રની સફળતા વિશ્વએ જાેઈ હતી. નરેન્દ્ર મોદી બંન્ને મોરચે આતંકવાદ- અને અર્થતંત્ર-સફળતા મેળવી રહ્યા છે.

ભારતમાંથી કોરોનાની વિદાય થઈ રહી છે. અને ત્રીજી લહેરની શક્યતા પણ નથી. તમામ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક વર્ષની આખર પહેલાં જ સિધ્ધ થવાનો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે. બીજી બાજુ અર્થતંત્રનમાં પણ હવે ચેતના જાગી છે.-અર્થતંત્રના નિષ્ણાંતો કોરોના પહેલાંની સ્થિતિ- સ્તર ઉપર પહોંચવાનો આશાવાદ વ્યક્ત કરે છે.

ત્યારે બોમ્બે સ્ટોક એક્ષચેંજના સેન્સેક્ષેે નવા શિખર સર કરીને વિશ્વના ઈન્વેસટરો અને કોર્પોરેટ અગ્રણીઓને ભારતના અર્થતંત્રના ઉજ્જવળ ભાવિનો કોલ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરીકી પ્રવાસ અને અર્થતંત્રના અગ્રણીઓ સાથેની મુલાકાતમાં મુૃંબઈ શેરબજારે વિશ્વાસના રંગ પૂરી દીધા છે.

યુનાઈટેડ નેશન્સની મહાસભામાં પ્રમુખ બાયડેન પછી વડાપ્રધાન મોદી પણ આતંકવાદનો ઉલ્લેખ કરે તે સ્વાભાવિક જ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યા પછી અને પાકિસ્તાને તાલિબાની આતંકવાદીઓને સાથ આપ્યા પછી વિશ્વના તખ્તા ઉપર પાકિસ્તાન અને ચીન અલગ પડી ગયા છે.

અમેરીકી ઉપપ્રમુખ કમલા હેરિસે પણ પાકિસ્તાનનો નામોેલ્લેખ કરીને  ભારત સાથે અમેરીકાની સલામતી ઉપર ભાર મુકયો છે. પ્રમુખ બાયડેન અને નરેન્દ્ર મોદીની મુાલકાત-બંન્ને દેશોની વ્યુહાત્મક ભાગીદારી અને સ્વાભાવિક ભાઈબંધીને મજબુત બનાવી છે.

ભારતના અર્થતંત્રમાં વિશ્વાસ સાથે ભાગીદારીના પુરતા અવકાશની ખાતરી વડાપ્રધાને કરાવી છે. એકબાજુ કોરોના ઉપર વિજય અને બીજી તરફ અર્થતંત્રની ચેતનાના અહેવાલ સમયસર આવ્યા છે. ભારતમાં પણ અર્થતંત્રના નિષ્ણાંતોએ ઉજ્જવળ ભવિષ્ય ભાખ્યુ છે.

વિપક્ષી નેતાઓ અને પી.ચિદમ્બરમ જેવા નિષ્ણાંતો ભલે નકારાત્મક ટીકા કર્યા કરે.ડો.મનમોહનસિંઘના વિશ્વાસુ ડો.મોન્ટેકસિંઘ અહલુવાલિયાએ પ્રથમ વખત જાહેરમાં કહ્યુ છે કે આ વર્ષની આખર સુધીમાં અર્થતંત્ર કોરોના મહામારી પહેલાના સ્તર ઉપર આવી જશે. અર્થાત, દોઢ-બે વર્ષની ખાદ્ય હવે પુરાશે અને નૂતન ભારતના નિર્માણની દિશામાં ઝડપી પ્રગતિ થશે. કપરા દિવસ હવે પૂરા થયા છે. અર્થતંત્રના સંગઠીત ક્ષેત્રમાં વેગ આવતા જ અન્ય અસંગઠીત ક્ષેત્રમાં પણ પ્રાણ પૂરાશે. ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ વધતા રોજગારી વધશે.

મોન્ટેકસિંઘેે કૃષિ ક્ષેત્રને આધુનિકીકરણ અંગે કૃષિ સુધારા અનિવાર્ય હોવાનો અભિપ્રાય આપ્યો છે. જે રીતે સુધારા ખરડા પસાર થયા છે તેના કારણે આશંકા અને અવિશ્વાસ થયાનુૃ તેમણે જણાવ્યુ હતુ. પ્રથમ વખત આવુ સમર્થન મળ્યુ છે. હવે પી.ચિદમ્બરમ કેવા પ્રત્યાઘાત આપે છે એ જાેવાનું રહે છે.

અમેરીકામાં મોદી સરકારને આતંકવાદ સામે સલામતી અને આર્થિક વિકાસ માટે મૂડીરોકાણની ખાતરી મળે છે. ત્યારે ભારતમાં વિપક્ષ- કોંગ્રેસ પાસે ટીકા કર્યા સિવાય કોઈ ઉપાય નથી. વિપક્ષી એકતાની વાતો બાજુએ રહી ગઈ છે અને પંજાબમાં મુખ્ય પ્રધાનપદથી કેપ્ટન અમરીન્દરસિંઘને અપમાનિત કરીને હટાવાયા એની ચર્ચા શરૂ થઈ છે. કેપ્ટને સાચુ જ કહ્યુ કે પ્રિયંકા અને રાહુલ ગાંધીને લેશમાત્ર અનુભવ નથી.

હવેે કોંગ્રેસના કોઈ પ્રવક્તા જેમનું નામ પણ સાંભળ્યુ નથી એવા કેપ્ટનને સલાહ આપે છે કે ગાંધી પરિવારના બીનઅનુભવની ટીકા પાછી ખેેચો!! કેપ્ટન માટે આવી સલાહ પણ અપમાનજનક છે. હવે કોંગ્રેસના સીનિયર નેતાઓ-ગૃપ-ર૩ પણ પંજાબના પરિણામની રાહ જાુએ છે. અલબત્ત, પંજાબની ચૂૃટણીમાં કાયદો-વ્યવસ્થા જળવાય અને પાકિસ્તાની શસ્ત્રો અને ડ્રગ્સનો ધસારો-ઢગલો થાય નહીં એની સાવધાની છે.-પંજાબના પરીણામે કોંગ્રેસમાં ગાંધી પરિવાર માટે નિર્ણાયક સાબીત થશે એમ નાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.