Western Times News

Gujarati News

વિધાનસભામાં સાત કિલો હેરોઇનના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

File Photo

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ – લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી

સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન વ્યક્તિઓ ઝડપાયા

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસા સત્રનો પ્રારંભ થયો હતો તાજેતરમાં જ મુંદ્રા બંદરેથી પકડાયેલા ડ્ર્‌ગ્સ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહી જાનના જાેખમે સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે પોલીસને અભિનંદન આપવાના બદલે તેમનું મોરલ તોડવાનો કોંગ્રેસે જે પ્રયાસ કર્યો છે તે નિંદનીય છે.

આજે વિધાનસભા ખાતે રાજ્યમાં દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જાેખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન વ્યક્તિઓને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ માટે એટીએસના સૌ પોલીસ અધિકારી- કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. પોલીસની સારી કામગીરી હોય ત્યારે તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરવા એ આપણા સૌની ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા માટે અરજી ફી ના બદલે પ્રોસેસ ફી રૂ. ૨,૦૦૦ અને મેડિકલ એક્ઝામિનેશન ફી રૂ. ૨,૦૦૦ નિયત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ ૦૧ ઓક્ટોબર ૨૦૨૧થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં પ્રતિક્વિન્ટલ રૂ. ૫,૨૭૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫,૫૫૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાંઆવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦માં ૫,૦૦,૫૪૬ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં૨,૦૨,૫૯૧ મે. ટન

એમ છેલ્લાં બે વર્ષમાં કુલ ૭,૦૩,૧૩૭ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.