Western Times News

Gujarati News

ભારતમાં મહિલા-પુરૂષોની સરેરાશ ઊંચાઈમાં ઘટાડો

નવી દિલ્હી, દુનિયાભરના મોટાભાગના દેશોમાં પાછલા થોડા વર્ષોમાં લોકોની સરેરાશ લંબાઈ વધી છે, પરંતુ ભારતમાં આ બાબતે આંકડો ચિંતાજનક છે. દેશના લોકોની લંબાઈ ઘટી રહી છે. ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ દરમિયાન દેશમાં વયસ્ક મહિલાઓ અને પુરુષોની સરેરાશ લંબાઈ ઘટી છે.

અહીં ખાસ વાત એ છે કે આદિવાસી મહિલાઓની સાથે સાથે ગરીબ વર્ગની મહિલાઓની સરેરાશ લંબાઈમાં વધારે ઘટાડો જાેવા મળ્યો છે. ભારતીઓની લંબાઈમાં જે ઘટાડો જાેવા મળ્યો છે તેનું કારણ પણ આંકડાઓમાં પણ છુપાયેલું છે.

આ સમયગાળા દરમિયાન ધનિક વર્ગની મહિલાઓની સરેરાશ લંબાઈમાં વધારો થયો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, સરેરાશ લંબાઈનો સંબંધ ન્યૂટ્રિશન્સ અને અન્ય સામાજિક અથવા પર્યાવરણીય પરિબળો સાથે છે.

લંબાઈ બાબતે આ ખુલાસો ઓપન એક્સેસ સાયન્સ જર્નલ પીએલઓએસ વનના એક અભ્યાસ પરથી થયો છે. ૧૯૯૮-૯૯, ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધારે વયસ્ક મહિલાઓ અને પુરુષોની સરેરાશ લંબાઈની સરખામણી કરતાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ દરમિયાન ૧૫થી ૨૫ વર્ષ ઉંમર ધરાવતી મહિલાઓની સરેરાશ લંબાઈની વાત કરવામાં આવે તો, આ દરમિયાન એસટી મહિલાઓની સરેરાશ લંબાઈ સૌથી વધારે ઘટી છે. તેમની સરેરાશ લંબાઈમાં ૦.૪૨ સેન્ટીમીટર ઘટાડો જાેવા મળ્યો છે.

૨૬થી ૫૦ એજ ગ્રુપમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ સોશિયલ મેડિસિન એન્ડ કમ્યુનિટી હેલ્થના અભ્યાસ અનુસાર, ૧૯૯૮-૯૯ અને ૨૦૦૬-૦૬ દરમિયાન પ્રત્યેક જાતિ, ધર્મ અને રાજ્યની દરેક એજ ગ્રુપની મહિલાઓની સરેરાશ લંબાઈ વધી છે.

મેઘાલય અપવાદ હતું, કારણકે અહીં આ સમયગાળા દરમિયાન હાઈટમાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૫-૧૬થી પહેલાના દશકામાં ૨૬-૫૦ એજ ગ્રુપની મહિલાઓની સરેરાશ લંબાઈમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જાે કે, એસટી અને સૌથી ગરીબ વર્ગની મહિલાઓની લંબાઈ ઘટી હતી. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, રિસર્ચર્સે એનએફએચએસ-૩ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.

ડેટા અનુસાર, એસટી સમાજની પાંચ વર્ષની બાળકીની સરેરાશ લંબાઈ તેની ઉંમરની અન્ય વર્ગની બાળકી કરતાં બે સેન્ટીમીટર ઓછી છે. એસટી અને જનરલ કાસ્ટના બાળકોની લંબાઈમાં તફાવત માટે સામાજિત-આર્થિક સ્થિતિમાં મોટા તફાવતને જવાબદાર માનવામાં આવે છે.

સ્પષ્ટપણે સામાજિક, આર્થિક અંતર વધવાની સાથે-સાથે લોકોની લંબાઈમાં પણ તફાવત વધી રહ્યો છે. પુરુષોની વાત કરીએ તો સૌથી વધારે લંબાઈ આદિવાસી પુરુષોની ઘટી છે.

જાે કે, વર્ષ ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ દરમિયાન જનરલ કેટેગરી અને અહીં સુધી કે ધનિક વર્ગના લોકોની સરેરાશ લંબાઈ પણ ઘટી છે. ન્યૂટ્રિશન અને પબ્લિક હેલ્થ પર કામ કરનારા સંગઠન પબ્લિક હેલ્થ રિસોર્સ નેટવર્કના ડોક્ટર વંદના પ્રસાદે જણાવ્યું કે આ આંકડા માત્ર ફૂડ ઈનસિક્ટોરિટી જ નહીં, સામાજિ-આર્થિક વિકાસની વિષમતાઓને પણ દર્શાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.