Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા CSR કોન્કલેવનું આયોજન કરાયું

રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના યજમાન પદ હેઠળ, રોટરી ડીસ્ટ્રીક ૩૦૫૪ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં સંયુક્ત ઉપક્રમે જી.સી.સી.આઈ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે એક દિવસીય સી.એસ.આર કોન્કલેવ: કનેક્ટ ટૂ ક્રિયેટ (CSR Conclave : Connect To Create) વિષય પર કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતની વિવિધ રોટરી કલબના સભ્યો, એન.જી.ઓ અને કોર્પોરેટ્સના પ્રતિનિધિઓ ખુબ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા.

સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્ય સી.એસ.આર નાં પાવરનો ઉપયોગ કરી મહત્વના અને લોક કલ્યાણના મોટા કાર્યો મોટા સ્કેલ ઉપર અને વધુ ઈમ્પેક્ટથી કરી શકાય એ માટે આયોજન કરાયું હતું જેમાં એક્સપર્ટ તરીકે ઓ.એન.જી સી. ગ્રુપ જનરલ મેનેજર રાજેદ્ર પ્રસાદ, ભૂષણ પૂનાની, અરવિંદ લીમીટેડના સી.એસ.આર હેડ નીરજલાલ, રોટરી ડીસ્ટ્રીક ૩૦૫૪ ગવર્નર બીના દેસાઈ, ચિંતન શાહ વગેરે ઉપસ્તિત રહી સૌને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સી.એસ.આરની દરખાસ્ત (પ્રપોસલ) કેવી રીતે બનાવવી તેના માટે કાર્યશાળા- વર્કશોપનું પણ આયોજન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર વતી રોટે. જીતેન્દ્ર પટેલ, રોટે. ઊર્મિલ વેદ, રોટરી પ્રમુખ ડો.ધર્મેન્દ્ર પટેલ, સેક્રેટરી રોટે.ભારત જેન, અને અન્ય રોટેરિયન દ્વારા ખુબ જ જેહમત ઉઠાવી હતી જયારે કાર્યક્રમનું સફળ સંચાલન રોટે. યોગેશ પટેલ અને રોટે. નીના ગણેશન દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.