Western Times News

Gujarati News

લોકસભાની ત્રણ અને વિધાનસભાની ત્રીસ બેઠકો માટે 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે

નવી દિલ્હી, દેશના 14 રાજ્યોમાં વિવિધ કારણોસર ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો માટ અને વિધાનસભાની 30 બેઠકો માટે આગામી 30 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશ એમ ચૂંટણીપંચે મંગળવારે જાહેરાત કરી હતી. આ પેટા ચૂટણી પૂર્ણ થયા બાદ ૨જી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે

લોકસ ભાની જે ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગુજરાતમાં દાદરા-નગર હવેલીની બેઠક, હિમાચલ પ્રદેશમાં મંડીની હેઠક અને મધ્ય પ્રદેશમાં ખંડવાની બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણ બેઠક ઉપર અગાઉ ચૂંટાઇ આવેલા ત્રણે ત્રણ સાંસદોના મૃત્યુ થવાથી આ બેઠકો ખાલી પડી હતી. ગત વર્ષે માર્ચ મહિનામાં મંડી બેઠકના ભાજપના સાંસદ રામસ્વરૂપનું દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.

ખંડવા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ભાજપના સાંસદ નંદકુમાર સિંઘ ચૌહાણનું પણ નિધન થતાં ખંડવા લોકસભા મતવિસ્તારની ચૂંટણી કરાવવી અનિવાર્ય થઇ ગઇ હતી. તે ઉપરાંત ગુજરાતમાં આવેલા દાદરા-નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા સાંસદ મોહન ડેલકરનું ગત ફેબુ્રઆરી મહિનામાં મુંબઇની એક હોટલમાં મોત નિપજતા આ બેઠક ખાલી પડી હતી.

દેશના 14 રાજ્યોની વિધાનસભાઓમાં હાલ કુલ 30 બેઠકો ખાલી છે. આસામમાં પાંચ બેઠકો ખાલી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો ખાલી છે. મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે.

બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં હાલ બે-બે બેઠકો ખાલી છે જ્યારે આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણામાં એક-એક બેઠક ખાલી છે. ચૂંટણીપંચે કેટલાંક રાજ્યોની કોવિડ-19 મહામારીની સ્થિતિ, તહેવારો, ઠંડીનું પ્રમાણ જેવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

તે ઉપરાંત પંચે નિર્ણય લેતાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તાવાલાઓ પાસેથી કયા કયા સંજોગો અનુકૂળ રહેશે અને કયા સંજોગો પ્રતિકૂળ રહેશે તે અંગેની માહિતી પણ મેળવી લીધી હતી. આ તમામ બાબતો અન રાજ્યોનો અભઇપ્રાય લીધા બાદ જે પંચે આ ખાલી બેઠકો ઉપર પટા ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

ચૂંટણીપંચે આ પેટા ચૂંટણીઓ માટે કોવિડને લગતા કેટલાંક પ્રતિબંધો લાદ્યા છે જેમાં બહારના સ્થળ જાહેરસભા હોય તો મેદાનની ક્ષમતા કરતા 50 ટકા જેટલાંજ લોકો એકઠા થઇ શકશે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ફક્ત ૨0 જેટલા જ સ્ટાર પ્રચારકો ચૂંટણીના પ્રચારમાં ભાગ લઇ સકશે અન મતદાનના 72કલાક પહેલાં ચૂંટણી પ્રચારના તમામ પડઘમ શાંત કરી દેવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.