Western Times News

Gujarati News

ગેરકાયદે સિગારેટનું વેચાણ કરતો શખ્સ બોપલમાં પકડાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવ્યા અનુસાર ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની સિગારેટનું વેચાણ કરતા એક શખ્સને અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે પકડી પાડયો છે.

પાનના ગલ્લામાં ચેતવણી વગરની સિગારેટ અને તમાકુનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દુકાનમાંથી રૂા.૧૮ હજારની કિંમતની સીગારેટ અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ગ્રામ્યમાં ગેરકાયદેસર ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની સિગારેટ તથા તમાકુની બનાવટનું વેચાણ કરતા શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે એસઓજીના પીઆઈ ડી.એન. પટેલને સુચના આપી હતી. જેના પગલે એસઓજીની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ અંગેની ચકાસણી શરૂ કરી હતી.

દરમ્યાન બોપલ સરકારી ટયુબવેલની સામે આવેલા શ્રી કૃષ્ણ કોમ્પલેક્ષમાં દુકાન નં.૯ ગણેશ પાન હાઉસમાંથી ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની તથા કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતેની ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોર્ન વડે વોનીગ કે કેન્સરની બીમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલી ન હોય તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી દર્શાવેલ ન હોવાનું જણાવ્યું હતું.

આવી તમાકુ પ્રોડકટ સિગારેટ વેચાણ થતું હોવાની માહિતી મળતા ટીમે તપાસ તજવીજ કરતા પરેશ પટેલ રહે. બોપલ ને તમાકુ પ્રોડકટની ઈએસએસઈ બ્રાન્ડના સિગોરટના પેકેટ નંગ-૧૦ ની કિ.રૂ.ર હજાર તથા કિંગ એડવર્ડ સિગારના પેકેટ નંગ-પ કિ.રૂ.૧પ૦૦ તથા તમાકુના કુલ પેકેટ નંગ-૧૬૮ ની કિ.રૂ.૧૪,૮૯૦ મળી કુલ રૂા.૧૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બોપલ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.