Western Times News

Gujarati News

૧ કરોડના ક્રિસ્ટલ ડ્રગ્સ સાથે કાલુપુર રેલવે સ્ટેશનેથી ત્રણ કેરિયર ઝડપાયા

Youngster drugs addiction

પ્રતિકાત્મક

અમદાવાદ, નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી એક કિલોગ્રામ મેથાએમફેટામાઈન નામના પ્રતિબંધીત ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. ક્રિસ્ટલ ડ્રગ્સ તરીકે ઓળખાતા આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ એક કરોડ અંદાજવામાં આવે છે.

રેલવે સ્ટેશને કેરિયરે ડ્રગ્સ સિન્ડીકેટના બે સભ્યોને ડિલીવરી કરતા ત્રણેયને ઝડપી લીધા છે. મેથાએમફેટામાઈન ડ્રગ્સ મેફેડ્રોન એમડી ડ્રગ્સ કરતાં હાઈકવોલીટીનું ડ્રગ્સ માનવામાં આવે છે. જે સામાન્ય રીતે ભારતમાં મળવું મુશ્કલ છે. પડોશી દેશોમાંથી તેને ઘુસણખોરી કરીને લાવવામાં આવે છે.

ગુજરાતના અદાણી મુન્દ્રા પોર્ટ પર ૩ હજાર કરોડનું હેરોઈન જપ્ત થયા પછી એનસીબી અને ડીઆરઆઈ એલર્ટ હોવાથી રાજયમાં ડ્રગ્સ લાવવામાં જાેખમ હોવાથી સિન્ડીકેટ દ્વારા હેરાફેરી કરવાના રૂટ બદલી નાખવામાં આવ્યો હતો. દરીયાઈ માર્ગે જે મેથાએમફેટામાઈન આવવાનું હતું તેનું લેન્ડીગ દિલ્હી કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી દેશના જુદા જુદા રાજયોમાં કેરીયારો ટ્રેનમાં મુસાફરી કરીને ડિલીવરી કરતા હતા. દરમ્યાન એક કન્સાઈનમેન્ટ અમદાવાદ આવાવનું તેવી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ રાખવામાં આવી હતી. દરમ્યાન ચોકકસ બાતમી મુજબ એક પેસેન્જર પર નજર રાખી હતી તેની શંકાસ્પદ હિલચાલ અને મોબાઈલ પર કોઈના સંપર્ક કરીને તેમને શોધવા માટે સ્ટેશન પરીસરમાં ફરી રહયા હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.