Western Times News

Gujarati News

મુખ્યમંત્રીનું પદ તો હું કોઈને નહીં આપુ : CM ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી વિશે હજી વાત ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિશે જાહેરાત કરી દેવામાં આવશે. ફડણવીસે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, તેમને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઈ વાંધો નથી. જોકે તેમણે મજાકિયા મૂડમાં કહ્યું હતું કે, રાજ્યના આગામી મુખ્યમંત્રીનું પદ તે કોઈને આપવાના નથી.

ફડણવીસે કહ્યું  શરદ પવારના યુગનો અંત થયો છે સીએમ ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું છે કે, એનસીપી ચીફ શરદ પવારની રાજનીતિનો યુગ ખતમ થયો છે. તેમણે પાર્ટીઓ તોડી છે. કાળચક્રનો ખેલ જુઓ કે હવે તેમની સાથે એ જ થઈ રહ્યું છે. ફડણવીસે કહ્યું કે, દેશમાં વડાપ્રધાન મોદીએ એક વિશ્વાસ ઉભો કર્યો છે. સીએમએ તે મીડિયા રિપોર્ટ્સને નકારી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેમાં 288 સીટોમાંથી ભાજપને 162 અને શિવસેનાને 126 સીટો પર ચૂંટણી લડવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.