Western Times News

Gujarati News

પુત્રના ફેક એન્કાઉન્ટ મામલે પિતાના વર્ષોથી કોર્ટના ધક્કા

મેરઠ, યશપાલ સિંઘની ઉંમર ત્યારે ૪૨ વર્ષ હતી, જ્યારે તેમના સૌથી મોટા ૧૯ વર્ષીય દીકરા પ્રદીપ કુમારને યુપી પોલીસે ફેક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પ્રદીપ બી.ટેક ફર્સ્‌ટ યરનો વિદ્યાર્થી હતો. જાેકે, પોલીસે તેને લૂંટનો આરોપી ગણાવીને બુલંદશહરમાં તેનું એન્કાઉન્ટર કરી દીધું હતું.

ખેડૂત એવા યશપાલ સિંહ હવે ૬૧ વર્ષના થયા છે. તેમનામાં પહેલા જેટલી તાકાત નથી રહી. તેમ છતાંય પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે તેઓ છેલ્લા ૧૯ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, અને પોતાના અત્યારસુધી કરાયેલા તમામ પ્રયાસોની તેમણે એક વ્યવસ્થિત નોંધ પણ બનાવી રાખી છે.

તેમણે જણાવ્યું હતું કે, કોર્ટ કેસોમાં તેમણે ૨૫ લાખ રુપિયામાં પોતાની નવ વીઘા જમીન વેચી દીધી છે. તેઓ નવ વાર સુપ્રીમ કોર્ટમાં અને ૧૧ વાર અલહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી ચૂક્યા છે. દીકરાને ન્યાય અપાવવા માટે તેઓ પોતાની પાસે જે કંઈ હતું તે બધુંય વેચી ચૂક્યા છે.

બીજી તરફ, આ કેસના આરોપી આઠ પોલીસકર્મીઓ ક્યારેય કોર્ટમાં આવ્યા જ નથી, કે ના તો તેમણે કેસ લડવાની પણ તૈયારી બતાવી છે. કોર્ટ ચુકાદો આપે ત્યારે તેને દરેક આરોપી ઉપલી કોર્ટમાં પડકારે છે, જેના કારણે કેસ લંબાયા કરે છે, અને તેના કારણે છેલ્લા ૧૯ વર્ષથી તેઓ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા યુપી સરકારને સાત લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, સરકાર પોતાના પોલીસકર્મીઓને બચાવી રહી છે. અરજદારને ન્યાય મળે તે હેતુથી કોર્ટ તેમની અરજી પર તુરંત સુનાવણી કરીને આ આદેશ આપી રહી છે.

યશપાલ સિંઘે કલમ ૩૨ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલત હરકતમાં આવી ત્યારે આ કેસના બે આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ યશપાલ સિંઘનું કહેવું છે કે તેઓ રુપિયા લઈને શું કરશે? આરોપીઓ ફરી કેસની સુનાવણી લાંબી ચાલે તેવું કંઈકને કંઈક કરશે. વર્ષોથી તેઓ આ જ કરતા રહ્યા છે. ૧૯ વર્ષ પહેલા થયેલા ફેક એન્કાઉન્ટરને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો દીકરો પ્રદીપ દિલ્હીમાં રહેતા પોતાના ફોઈના ઘરે જવા નીકળ્યો હતો.

જાેકે, તે પરત ના ફરતા તેની શોધખોળ શરુ કરાઈ હતી. જ્યારે આ અંગે પોલીસને જાણ કરાઈ તો એવો જવાબ મળ્યો હતો કે પ્રદીપ લૂંટના મામલામાં સામેલ હતો અને તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

જાેકે, યશપાલ સિંઘની દલીલ છે કે તે વખતે તેઓ પૈસેટકે સુખી હતા. દીકરાને લૂંટ કરવી પડે તેવા કોઈ સંજાેગો હતા જ નહીં. ઉલ્ટાનું તે તો એન્જિનિયરિંગમાં એડમિશન મળી જવાથી ખૂબ જ ખુશ હતો. પોલીસે એક ખોટી સ્ટોરી ઉભી કરીને તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

પોલીસ પર ફેક એન્કાઉન્ટરનો આરોપ મૂકી એક પિતાએ જ્યારે દીકરાને ન્યાય અપાવવા કાયદાકીય લડાઈ શરુ કરી ત્યારે તેમને ધમકીઓ પણ મળી હતી. જાેકે, તેની પરવાહ કર્યા વિના તેમણે પોતાની લડાઈ ચાલુ રાખી હતી. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને હવે તેમને આશા છે કે કદાચ ૧૯ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીનો હવે અંત આવશે, અને તેમના સ્વર્ગસ્થ દીકરાને ન્યાય મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.