Western Times News

Gujarati News

જેમને કસ્ટડીમાં રાખવામાં આવી છે, તે કોઇથી ડરતી નથી: રાહુલ ગાંધી

નવીદિલ્હી, લખીમપુરની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા ૩૦ કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા ગાંધીને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. ગેસ્ટ હાઉસની બહાર પ્રિયંકાને સમર્થન આપવા માટે કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો છે, જેઓ સતત વહીવટ સામે વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં બેસીને ટિ્‌વટર દ્વારા પ્રિયંકા ગાંધીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, જેમને કસ્ટડીમાં રાખવામાં આવી છે, તે કોઇથી ડરતી નથી – સાચી કોંગ્રેસી છે, હાર નહીં માને! સત્યાગ્રહ રોકાશે નહીં.

બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ સોમવારથી સતત ઉત્તર પ્રદેશ સરકાર પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. એક ટિ્‌વટમાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી, તમારી સરકારે મને કોઈ પણ એફઆઇઆર વગર ૨૮ કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખી છે, જ્યારે ખેડૂતોને કચડી નાખનારા વ્યક્તિની હજૂ સુધી ધરપકડ પણ કરવામાં આવી નથી.

પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં લખીમપુરમાં બનેલી ઘટનાનો વીડિયો બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, જાે તમે આજે લખનઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છો, પરંતુ તમે ખેડૂતોના આંસુ લૂંછવા માટે લખીમપુર જવાના છો? જ્યારે આ દેશની સરહદ પર લડતો સૈનિકઆપણા ખેડૂતનો પુત્ર છે.

પ્રિયંકા ગાંધીએ વીડિયો અંગે સવાલ ઉઠાવ્યો કે, મને છેલ્લા ઘણા કલાકોથી કસ્ટડીમાં રાખવામાં આવી છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક મંત્રીનાપુત્ર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કે મંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.