Western Times News

Gujarati News

દુનિયામાં કોરોના ફેલાઈ ગયો હતો, છતાં ટ્રમ્પની ભારત યાત્રા થઈને રહી હતી: સ્ટેફની ગ્રિશમનાં પુસ્તકમાં સવાલો

વોશિંગ્ટન, દેશમાં કોરોનાના ઉદય પહેલા અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા.પરંતુ ટ્રમ્પ આ ભારત યાત્રા રદ કરવા માંગતા હતા તેવો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતી ટ્રમ્પની સાથે વ્હાઈટ હાઉસમાં કામ કરી ચુકેલા સ્ટેફની ગ્રિશમે તેમના નવા પુસ્તક ‘આઈ વિલ ટેક નાઉ, માય ટાઈમ ઈન ધી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ’માં કર્યો છે.તેમણે લખ્યુ છે-ફેબ્રુઆરી ૨૦૨૦ ના આખરમાં ટ્રમ્પ અને તેમના પત્નિનો ભારત પ્રવાસ નકકી હતો.પરંતુ ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં તો આખી દુનિયામાં કોરોના ફેલાવા લાગ્યો હતો.

ટ્રમ્પની ભારત યાત્રાની તારીખ નજીક આવવાની સાથે જ વ્હાઈટ હાઉસના અધિકારી ટ્રમ્પની ભારત યાત્રાને લઈને શંકા કરવા લાગ્યા હતા.પરંતુ ટ્રમ્પનાં સલાહકાર અને જમાઈ નરેડ કુશનર ઈચ્છતા હતા કે ટ્રમ્પ ભારત જરૂર જાય. આ સ્થિતિમાં એક બેઠક યોજાઈ જેમાં એ નકકી થવાનું હતું કે ટ્રમ્પ ભારત જાય કે ન જાય એ બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે તે ખરેખર નથી જવા માંગતા.

આ બે દિવસની લાંબી યાત્રા છે.આપણે કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છીએ.હું પી.એમ મોદીને સમજાવીશ કે આ ખરો સમય નથી એમને કહીશ કે મારા બીજા કાર્યકાળમાં આવીશ. ટ્રમ્પના પત્નિ મેલેનિયાએ પણ વાયરસને લઈને સવાલ ઉઠાવ્યા તો અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં આ વાયરસની અસર નહિંના બરાબર છે.તેમ છતાં ટ્રમ્પ ભારત યાત્રા રદ કરવા પર મકકમ હતા.

સ્ટેફની ગ્રિશમ લખે છે કે તે દિવસથી આજ દિવસ સુધી મને એ ખબર નથી કે જારેડ કુશનર માટે ભારત યાત્રા આટલી મહત્વની કેમ હતી? તેમની ટીમે સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી હતી. જે સામાન્ય રીતે સુરક્ષા અને ગુપ્તચર સેવાનું કામ છે. આ બાબત પુરી રીતે ગેરકાયદે છે અને પ્રોટોકોલની વિરૂદ્ધ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.