Western Times News

Gujarati News

તાઈવાન પર દબાણ ઊભું ન કરવા ચીનને યુએસની ચિમકી

વોશિંગ્ટન, નાનકડા ટાપુ દેશ તાઈવાનને ચીન ડરાવી રહ્યુ છે. ચીનની આ હરકત પર અમેરિકાએ પણ હવે ચેતવણી આપી દીધી છે.
ચીને પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણી મનાવવાની સાથે સાથે તાઈવાનની હવાઈ સીમામાં ૩૮ લડાકુ વિમાનો મોકલીને તાઈવાનને ડરાવ્યુ હતુ. જેની સામે તાઈવાને તો સ્પષ્ટપણે કહ્યુ છે કે, ચીને જાે તાઈવાન પર કબ્જાે જમાવવાની કોશીશ કરી તો આખા એશિયામાં તેના વિનાશકારી પરિણામો આવશે.

હવે અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપતા કહ્યુ છે કે, તાઈવાન સામે ચીન લશ્કરી, આર્થિક અને રાજકીય દબાણ ઉભુ કરવાનુ બંધ કરી દે. ચીનની હરકતો આ વિસ્તારની શાંતિને જાેખમમાં મુકી રહી છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ હતુ કે, અમે તાઈવાનની નજીક ચીનની ભડકાઉ હરકતોને લઈને ચિંતિત છે. અમેરિકા તાઈવાનની સંરક્ષણ ક્ષમતાઓને જાળવવા માટે મદદ કરવાનુ ચાલુ રાખશે અને તાઈવાન પ્રત્યે અમેરિકા કટિબધ્ધ છે. તાઈવાનને કરેલા વાયદા અમેરિકા નિભાવશે.

આ પહેલા રિપબ્લિકન પાર્ટીએ પણ કહ્યુ હતુ કે, તાઈવાનને ડરાવવાની હરકતોની જાે આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા નહીં કરવામાં આવે તો શી જિનપિંગને છુટ્ટો દોર મળી જશે. અમેરિકન પ્રમુખ બાઈડને નિશ્ચિત કરવુ પડશે કે ચીન બીજા દેશોની સ્વાયત્તતાનુ સન્માન કરે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.