Western Times News

Gujarati News

યુએસ: ૧૮૦ વર્ષ જૂની મેન્ટલ હોસ્પિટલ પર્યટકો માટે ખુલશે

વૉશિંગ્ટન, શ્વનુ સૌથી મોટુ પાગલખાનુ એટલે કે મેન્ટલ હોસ્પિટલ અમેરિકાના જ્યોર્જિયામાં સ્થિત છે. આનુ નામ સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલ છે અને આ ૧૮૪૨માં બનીને તૈયાર થયો હતો એટલે કે લગભગ ૧૮૦ વર્ષ જૂના દુનિયાના સૌથી મોટા પાગલખાનામાં પર્યટક હવે ફરવા આવશે. જાેકે, હજુ પણ આ મેન્ટલ હોસ્પિટલમાં કેટલાક દર્દી છે અને તેમની સારવાર ચાલી રહી છે.

રસપ્રદ છે કે પર્યટકો માટે ખોલવામાં આવેલુ આ પાગલખાનુ સમગ્ર દુનિયામાં ભૂતિયા હોસ્પિટલ તરીકે વિખ્યાત છે અને તેથી અહીં જવાથી લોકો ડરે છે. લોકોનુ માનવુ છે કે અહીં ભૂત રહે છે. જાેકે એક સમય એવો પણ હતો કે જ્યારે આને દુનિયાનુ સૌથી મોટુ પાગલખાનુ કહેવામાં આવતુ હતુ. પછી ધીમે-ધીમે અહીં લોકો ઓછા થતા ગયા અને આને હોસ્પિટલની કેટલીક ઈમારત ખંડેર બની ગઈ.

જ્યોર્જિયામાં સ્થિત આ સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલનુ વર્તમાન જેટલુ રોચક છે, ઈતિહાસ તેના કરતા પણ વધારે હેરાન કરનારો છે. આ હોસ્પિટલ ૧૮૪૨માં બન્યુ હતુ અને ૧૯૬૦ સુધી આ દુનિયાના સૌથી મોટા પાગલખાના હોસ્પિટલ તરીકે ચર્ચિત થઈ ગયુ. ત્યારે અહીં એક સાથે લગભગ ૧૨ હજાર દર્દીઓની સારવાર ચાલતી હતી.

આ હોસ્પિટલમાં દર્દીઓને અમાનવીય રીતથી રાખવામા આવતા હતા. ડોક્ટર સારવારના નામે બાળકોને લોખંડથી બનેલા પિંજરામાં બંધ રાખતા હતા જ્યારે વયસ્કોને ગરમીમાં જબરદસ્તી સ્ટીમ બાથ અને ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે કહેવામાં આવતુ હતુ.

દાવો એ પણ કરવામાં આવ્યો છે કે આ પાગલખાનાના મેદાનમાં લગભગ ૨૫ હજાર દર્દીઓને દફનાવવામાં આવ્યા છે. સારવાર દરમિયાન આનુ અહીં મોત થઈ ગયુ હતુ. અહીં તે દર્દીઓના નામની ધાતુથી બનેલી પ્લેટ પણ લાગેલી છે.

સમય પસાર થતો ગયો અને આ સાથે હોસ્પિટલની પરિસ્થિતિ પણ ખરાબ થતી ગઈ. દર્દી ઓછા થતા ગયા. પરિસ્થિતિ એ થઈ ગઈ કે લગભગ હજાર એકરમાં બનેલા હોસ્પિટલની ૨૦૦ કરતા વધારે ખાલી પડેલી ઈમારતમાં ભૂત પકડનાર લોકો આવવા લાગ્યા. લોકોનુ કહેવુ છે કે ખાલી ભાગ ઘણો ડરાવનો છે અને અહીં ભૂત રહે છે. જાેકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

હવે આ હોસ્પિટલનો એક નાનો ભાગ સક્રિય છે અને તેમાં લગભગ ૩૦૦ લોકોની સારવાર થાય છે. સારવારની રીતને બદલી દેવાઈ છે. જાન્યુઆરી ૨૦૨૦માં કેટલાક લોકોનુ એક ગ્રૂપ આ હોસ્પિટલમાં ફરવા માટે મોકલવામાં આવ્યુ અને બાદમાં આ સિલસિલો દર મહિને આયોજિત થવા લાગ્યો. હવે આને સમગ્ર રીતે પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.