Western Times News

Gujarati News

પાવાગઢ ખાતે ST વિભાગ દ્વારા તળેટીથી માંચી સુધી વિશેષ બસો દોડાવાશે

File Photo

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં દેશમાં આવેલી પર શક્તિપીઠ પૈકી એક પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાનુ મંદિર આવેલુ છે.આજથી નવરાત્રીના તહેવારના ભારે શ્રધ્ધાભેર શરૂઆત થઈ રહી છે.જેમા મહાકાલીના દર્શન કરવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઈભક્તો ઉમટી પડશે.

પાવાગઢ ડુંગર ઉપર આવેલા મહાકાલી મંદિર પર પહોચવા માટે માંચી વાહન દ્વારા પહોચવુૃ પડે છે.માઇભક્તો શાતિપુર્ણ માહોલમાં દર્શન કરી કરી શકે તે માટે પંચમહાલ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવામા આવશે.

એસટી વિભાગના સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર ગોધરા ડેપોમાથી ૭, દાહોદ ડેપોમાથી ૫,સંતરામપુર ડેપોમાંથી ૫, હાલોલ ડેપોમાંથી ૭,ઝાલોદ ડેપોમાંથી ૫, બારિયા ડેપોમાથી ૭, લુણાવાડા ડેપોમાંથી ૭ બસો દોડાવામા આવશે.

જેમા પાવાગઢ બસ સ્ટેશન ખાતે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે.સાથે તળેટી ખાતે સમિયાણો બનાવીને ત્યાથી એસટી બસો માંચી સુધી દોડાવામાં આવશે.બસોને સ્ટીકર લગાવામા આવશે.મૂસાફરો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામા આવશે.હાલમાં કોરોનાની મહામારીને લઇને માઇભક્તો માટે વિશેષ સૂચનાઓ પણ જાહેર કરવામા આવી છે.

જેમા બસમાં સામાજીક અંતરનુ પાલન તેમજ માસ્કનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.માસ્ક વગરના મુસાફરને બસમાં પ્રવેશ આપવામા આવશે નહી.એસટી વિભાગના અધિકારીઓ પણ નવરાત્રીને લઈને ખડેપગે ફરજ બજાવશે.સાથે એસટી વિભાગને પણ સારી એવી આવક થશે.

લોકડાઉનના સમયમાં મહાકાલી મંદિર બંધ હોવાને કારણે માઈભક્તો દર્શન કરી શક્યા નહોતા. હવે કોરોનાના કેસોની સંખ્યા ઘટતા ધાર્મિક સ્થળો ખાતે દર્શનની છુટછાટ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.