Western Times News

Gujarati News

ઈન્ફયુલેન્ટ કેનાલનું પ્રદુષિત પાણી જંબુસરના તળાવમાં આવતા અધિકારીઓ દોડ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણીના નિકાલ અર્થે બનાવેલ ઈન્ફયુલેન્ટ કેનાલના નીર ઓવરફલો થઈ ને કાંસ મારફત ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામ ના તળાવ મા પ્રસરતા ગામ તળાવ નુ પાણી પ્રદુષિત થઈ ગયુ હોવા ના તથા સરપંચ તથા ગ્રામજનો ની રજુઆત ના પગલે ઈન્ફયુલેન્ટ કેનાલ વીઈસીએલ ના અધિકારી નોંધણા ખાતે દોડી આવી તળાવ ના પ્રદુષિત પાણી ના નમુના લેવા ની તજવીજ હાથધરી છે.

વડોદરા સ્થિત ઔદ્યોગિક એકમો ના પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે વીઈસીએલ દ્વારા ઈન્ફયુલેન્ટ કેનાલ બનાવવા મા આવી છે.આ કેનાલ દ્વારા ઔદ્યોગિક એકમ ના પ્રદુષિત પાણી તાલુકા ના સારોદ ગામ નજીક દરિયા મા છોડવામા આવી રહ્યા છે.

તાજેતર મા પડેલ અવિરત વરસાદ ના કારણે આ ઈન્ફયુલેન્ટ કેનાલ ઓવરફલો થઈ હતી અને તેના પ્રદુષિત નીર કાંસ વાટે જંબુસર તાલુકા ના નોંધણા ગામ ના તળાવ મા આવ્યા હતા.ગામ તળાવના નીરનો ઉપયોગ ગ્રામજનો પોતાના પશુને પાણી પીવા તથા કપડા ધોવામાં કરતા હતા.

તળાવ મા આવેલ પ્રદુષિત નીર ના કારણે તળાવનુ પાણી કાળુ થઈ ગયુ હતુ અને ગ્રામજનોને કોઈ ઉપયોગ મા ન આવે તેમ હોય નોંધણા ગામના સરપંચ ધર્મેશ પટેલે વીઈસીએલ કેનાલના સત્તાધિશોને રજુઆત કરી તળાવ નુ પ્રદુષિત નીર ખાલી કરવા રજુઆત કરી હતી.

સરપંચ ધર્મેશ પટેલે અમારા પ્રતિનિધિ ને જણાવ્યુ હતુ કે ઈન્ફયુલેન્ટ કેનાલ નુ પ્રદુષિત નીર ગામ ના તળાવ મા આવતા તળાવ નુ પાણી બિનઉપયોગી થઈ ગયેલ છે.આ પાણી નો ઉપયોગ અગાઉ ગામ ના પશુ ઓ ને પીવા ના પાણી તરીકે તથા કપડા ધોવા માટે થતો હતો. પ્રદુષિત પાણી થી શરીરે ખંજવાળ આવે છે.

અગાઉ પણ ઈન્ફયુલેન્ટ કેનાલ ના પ્રદુષિત નીર ગામ તળાવ મા પ્રસરી ગયા હતા અને વારંવાર આવી સમસ્યા સર્જાતી હોય તાકીદે નિવેડો લાવવા માંગ કરી હતી.આ બાબતે સરપંચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને રજુઆત કરી વીઈસીએલ સામે કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.સરપંચ ની રજુઆતના પગલે વીઈસીએલના અધિકારી આજે નોંધણા દોડી આવ્યા હતા અને તળાવના નીર ના નમુના લઈને ચકાસણી કરાવવાની તજવીજ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરપંચ ની રજૂઆત ના પગલે વીઈસીએલ કેનાલ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી ચકાસણી માટે નમૂના લીધા છે.ત્યારે તેની યોગ્ય ચકાસણી કરી જવાબદારો સામે દંડનીય અને કાયદેસર ની કાર્યવાહી કરે તે જરૂરી છે નહીંતર પુનઃ આજ પરિસ્થિતિ નું નિર્માણ થાય તો નવાઈ નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.