Western Times News

Gujarati News

ટાટા મોટર્સ ગુજરાત-તામિલનાડુના ફોર્ડ ઈન્ડિયાના પ્લાન્ટ ખરીદશે!!

ન્યુદિલ્હી, ભારતમાં ફોર્ડ કંપનીએ તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરવાની જાહેરાત કરતા આ પ્રકારની ચર્ચાએ જાેર પકડ્યું છે.
ટાટા મોટર્સ ફોર્ડ કંપની સાથે તેમના તામિલનાડુ અને ગુજરાતના પ્લાન્ટની ખરીદી અંગે પ્રાથમિક તબક્કામાં ચર્ચા કરી રહી છે.

જાે આ સોદો સફળતાપૂર્વક પાર પડશે તો ૨૦૦૮માં ફોર્ડ પાસેથી જ ૨.૩ મિલિયન ડોલરમાં જેગુઆર લેન્ડ રોવર ખરીદ્યા બાદ ભારતીય કંપની ટાટા મોટર્સની અમેરિકન ઓટો જાયન્ટ પાસેથી આ બીજી ખરીદી હશે. જ્યારે ટાટા મોર્ટસ કે જે પોતાના વેહિકલ મેન્યુફેક્ચરિંગમાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહી છે અને ઈકો ફ્રેન્ડલી કાર્સનું ઉત્પાદન કરવા જઈ રહી છે તેમાં જાે ફોર્ડના ગુજરાત અને તામિલનાડુ પ્લાન્ટ ભળી જશે તો દેશની ઓટો ઇન્ડસ્ટ્રીમાં ટાટા મોટર્સની પ્રોડક્શન કેપેસીટી ખૂબ જ વધારે થઈ જશે.

ટાટા મોટર્સના દેશમાં અત્યારે ત્રણ પેસેન્જર વેહિકલ પ્રોડક્શન યુનિટ છે જેમાંથી એક ફિયાટ ક્રાઈસલર સાથે જાેઇન્ટ વેન્ચરમાં છે. ફોર્ડ ઇન્ડિયા સાથેની ડીલ, જે હાલ પ્રાથમિક સ્તરે છે, ટાટા મોટર્સ દ્વારા પોતાના ડોમેસ્ટિક વેહિકલ બિઝનેસને અલગ કર્યા બાદ, ટાટા મોટર્સના આ બિઝનેસ યુનિટની સ્ટેન્ડ અલોન વેલ્યુ લગભગ રુ. ૯૪૨૦ કરોડ છે.

આ સોદાથી ફોર્ડને પણ ફાયદો થશે જે ભારતમાં તેના યુનિટના નુકસાનને અટકાવી શકશે અને તેના દ્વારા ઇલેક્ટ્રિક અને ઓટોમેટેડ વાહનોમાં રોકાણ વધારી શકશે, જે મોબિલિટીનું ભવિષ્ય છે. તેમાં જ્યારે ટાટા મોટર્સના ચેરમેન એન. ચંદ્રશેખર અને એક્ઝેક્યુટીવ ડિરેક્ટર ગિરિશ વાઘ તામિલનાડુના ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને મળ્યા બાદ ટાટા મોટર્સ ફોર્ડના લોકલ યુનિટ ખરીદશે તેવી વાતે વેગ પકડ્યો હતો.

નોંધવું રહ્યું કે તામિલનાડુમાં ટાટા મોટર્સની કોઈ પ્રોડક્શન ફેસિલિટી નથી જ્યારે ગુજરાતમાં તેનો પ્લાન્ટ છે જે ફોર્ડના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની બાજુમાં જ આવ્યો છે.

તો બીજી બાજુ ફોર્ડ દ્વારા પોતાના પ્રોડક્શન યુનિટ્‌સ બંધ કરવાની જાહેરાત બાદ તામિલનાડુ સરકાર પણ તેના નવા ખરીદદારને શોધવામાં વધારે રસ ધરાવે છે જેથી કરીને રાજ્યમાં નોકરી કરતાં લોકોને બેરોજગાર થતાં અટકાવી શકાય. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના તેના પ્રોડક્શન યુનિટને લઈને અંદાજે ૨ બિલિયન ડોલરના નુકસાન અને ભવિષ્યમાં પણ આગળ નુકસાન કવર કરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો ન મળતાં ફોર્ડ કંપનીએ આ પ્લાન્ટ બંધ કરવાનું નક્કી કર્યું છે.

વાતચીત હજુ ચાલું છે અને ટાટા મોટર્સ આ સોદામાં આગળ ન વધવાનું પણ નક્કી કરી શકે છે. ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું, ચંદ્રશેખરન અને તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચેની બેઠક ફક્ત ઔપચારિક હતી. જાેકે તેમણે આ મીટિંગની વિગતો અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો.

જ્યારે ફોર્ડ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, ‘અમે અમારા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટિઝ માટે શક્ય તમામ વિકલ્પો પર વિચાર કરીશું. જાેકે ચાલી રહેલી આ ચર્ચાઓ અંગે હાલ અમારે કંઈ જ કહેવું નથી’ મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસના રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું કે, ટાટા મોટર્સ માટે ફોર્ડ ઇન્ડિયા ડીલ મહત્વની સાબિત થઈ શકે છે કારણ કે તામિલનાડુ સરકાર દ્વારા આ ડીલ માટે તેમને કોઈ વિશેષ રાહતો પણ આપવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.