Western Times News

Gujarati News

મ્યુનિ.સીટી ઈજનેરને સોલા તળાવ ડેવલપ કરવામાં રસ નથી !

વોટર કમીટીમાં પાણીના બાકી જાડાણ અને સોલા તળાવ મુદ્દે ઉગ્ર ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાલાયક પાણી સપ્લાય માટે ઓવરહેડ તથા અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવાવમાં આવે છે. પરંતુ તેનો લાભ નાગરીકોને મળતો નથી. તેમજ નવા પશ્ચિમઝોનના વિસ્તારમાં ડહોળા પાણીની સમસ્યા દૂર કરવા માટે ર૬સપ્ટેમ્બરે પાણી સપ્લાય બંધ કરવામાં આવશે. જયારે સીટી ઈજનેરની નિષ્ક્રીયતા ના કારણે સોલા તળાવ ડેવલપમેન્ટનું કામ અટકી પડયું હોવાના આક્ષેપો થઈ રહયા છે.

મ્યુનિ. વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમીટીની મીટીગમાં ગોતાના કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈએ નાગરીકોને પીવાલાયક શુધ્ધ પાણી માટે થતી હાલાકી મુદ્દે રજુઆત કરતા જણાવ્યું હતું કે શહેર ના તમામ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચથી વોટર ડીસ્ટ્રી.સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જેમાં જાડાણ માટે નાગરીકો દ્વારા અરજી કરવામાં આવે છે તથા નિયમ મુજબ ફી પણ ભરવામાં આવે છે.

તેમ છતાં અનેક વિસ્તારોમાં માંગણી મુજબ કનેકશન આપવામાં આવ્યા નથી. શહેરના કેટલાક વોર્ડમાં એક-બે વર્ષ અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ વોટરડીસ્ટ્રી.સેન્ટરમાં નેટવર્ક નાંખવામાં આવ્યા નથી. તેથી નેટવર્ક અને કનેકશન ના કામો તાકીદે પુરા કરવામાં આવે તે જરૂરી છે. કમીટીની આગામી બેઠકમાં જાડાણ ની બાકી સંખ્યાની વિગતો ઝોનદીઠ રજુ કરવામાં આવે તો આ વિષય પર પુરતી ચર્ચા તથા તેના યોગ્ય નિરાકરણ માટે કાર્યવાહી થઈ શકે તેમ છે. નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે.

ચોમાસાની સીઝન દરમ્યાન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટબીડીટીનું પ્રમાણ વધે છે. જેના કારણે નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં ડહોળા પાણીની સમસ્યા તીવ્ર બને છે. જેના કાયમી નિરાકરણ માટે તેમણે માંગણી કરી છે. જેના પ્રત્યુતરમાં સંલગ્ન વિભાગે ર૬ સપ્ટેમ્બરે શટડાઉન કરી કામ કરવામાં આવશે તથા તે દિવસે નવા પશ્ચિમઝોનમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમ જણાવ્યું હતું. ગોતા વોર્ડમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત “વીર સાવરકર” વોટર પ્રોજેકટ દ્વારા હજી સુધી નેટવર્ક નાંખવામાં આવ્યા નથી. તેથી નાગરીકોને ભારે હાલાકી થઈ રહી છે. તેમ દિનેશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. વોટર સપ્લાય કમીટીમાં તળાવ ડેવલપમેન્ટ અને ગેરકાયદેસર જાડાણ માટે પણ ચર્ચા થઈ હતી. કમીટી સુત્રોએ જણાવ્યા મુજબ સોલા તળાવ ડેવલપમેન્ટ માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ નકકર કાર્યવાહી થઈ નથી.વર્તમાન સીટી ઈજનેર જે સમયે નવા પશ્ચિમઝોનના એડીશનલ તરીકે ફરજ બજાવતા હતા તે સમયથી સોલા તળાવ ડેવલપમેન્ટની ચર્ચા ચાલી રહી છે. તે સમયે તત્કાલીન એડીશનલ સીટી ઈજનેર તળાવ ડેવલપમેન્ટ કરવાની જવાબદારી પ્રોજેકટ વિભાગની છે.

તેમ કહીને ફાઈલ અભરાઈએ મુકી હતી. હવે તેઓ સીટી ઈજનેર તરીકેફરજ બજાવી રહયા છે. ત્યારે સોલા તળાવ ડેવલપ કરવાની જવાબદારી ઝોન પર ઢોળી રહયા છે. આમ એક જ વ્યકિત દ્વારા બે અલગ-અલગ હોદા પર અલગ અલગ નિવેદન આપવામાં આવ્યા હોવાથી પણ કામમાં પ્રગતી થઈ નથી. તેવી જ રીતે સોલા તળાવ ડેવલપમેન્ટનો ડીપીઆર “એનએલસીપી” માં સબમીટ કરવામાં આવ્યો હોવાથી સંપૂર્ણ જવાબદારી પ્રોજેકટ વિભાગની જ રહે છે.

આમ સોલા તળાવ ડેવલપમેન્ટની ફાઈલ ઘણા વર્ષોથી ઝોન અને પ્રોજેકટ વચ્ચે અથડાઈ રહી છે. ત્યારે સ્થાનિક રહીશોએ તળાવમાં પ૦ ટકા પાણી ભર્યું છે. બીજી તરફ સ્થાનિક રાજકારણીઓ તળાવથી વચ્ચેથી રોડ બનાવવા માટે તલપાપડ થઈ રહયા છે. તેથી સોલા તળાવ ડેવલપમેન્ટ ની ફાઈલ પર સીટી ઈજનેરની નિવૃત્તિ બાદ જ કામ થશે તેવા કટાક્ષ પણ થઈ રહયા છે. તેમ કમીટી સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.