Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવ વધતા રિક્ષાચાલકોની ચીમકી

Files Photo

અમદાવાદ, અમદાવાદમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે સીએનજી ના ભાવમાં પણ ભડકો થયો છે. સીએનજી ગેસના ભાવમાં છેલ્લાં ૧૦ દિવસમાં ૫ રૂપિયા ૧૯ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં સીએનજી ગેસનો ભાવ પ્રતિ કિલો ૬૧ રૂપિયા ૪૯ પૈસાએ પહોંચ્યો છે.સીએનજીના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર પડી છે.સીએનજી ગેસનો ભાવ વધારો પરત ખેંચવા રિક્ષાચાલકો માંગ કરી રહ્યાં છે. જાે ભાવ વધારો પાછો નહીં લેવાય તો રિક્ષાચાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં આજ રોજ અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામે ૧.૬૩ રૂપિયાનો વધારો કરાયો છે. જેથી હવે નવો ભાવ ૬૧.૪૯ રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો છે. મહત્વનું છે કે, પેટ્રોલ-ડીઝલ બાદ ઝ્રદ્ગય્ ના ભડકે બળતા ભાવથી રીક્ષાચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અમદાવાદ રિક્ષા યૂનિયન દ્વારા જાે હવે ભાવ વધારો પરત ખેચવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ રિક્ષા યૂનિયનના પ્રમુખ વિજયભાઈએ જણાવ્યું કે, સીએનજી માં ખૂબ જ અસહ્ય ભાવ વધારો થયો છે.

જાે કે, અમે વખતો વખત સરકારને જાણ કરીએ છીએ કે જે ભાવ વધારો થઈ રહ્યો છે તે ખોટું છે. સરકારે આ કંપનીઓ પર નિયંત્રણ રાખવું જાેઈએ. ૬-૧૨ મહિને ભાવ વધે તો યોગ્ય છે. રિક્ષાનું ભાડું પણ એક વર્ષે વધતું હોય છે તો છેલ્લાં ત્રણ વર્ષથી રીક્ષા ભાડું પણ વધારવામાં નથી આવ્યું જેથી સૌથી વધુ તકલીફ અમને થઇ રહી છે.’

ગુજરાતમાં હાલમાં વિવિધ શહેરોમાં સીએનજીના ભાવ જાેઇએ તો અમદાવાદ: ૬૧.૪૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ,સુરેન્દ્રનગર: ૬૦.૪૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ,ખેડા: ૬૦.૪૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ, વડોદરા: ૫૯.૯૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ, નવસારી: ૬૦.૪૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ,પોરબંદર: ૬૭.૦૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.