Western Times News

Gujarati News

સિગારેટ પીવા ગાડીથી નીચે ઉતરતા પ્રોફેસર લૂંટાયા

ગાંધીનગર, ગાંધીનગરના ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે એક્ટિવા પાર્ક કરીને બેઠેલા અમદાવાદના પ્રેમી પંખીડા પર છરીના ઘા ઝીંકવાની ઘટનાને હજી બે દિવસ જ વિત્યા છે. ત્યાં ગઈકાલે પણ કર્ણાવતી કેમ્પસમાં યોજાયેલા ગરબા જાેઈને રાયસણ પોતાના ઘરે કારના પરત ફરી રહેલા યુનાઇટેડ વર્લ્‌ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઈનને પ્રોફેસરને પણ છરી બતાવીને લુંટી લેવાની ઘટના અડાલજ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના રાયસણમાં આવેલ શ્રી રંગ ઓએસિસ સોસાયટીમાં ભાડાના મકાનમાં શુભમભારતી સુનીલભારતી કુંભાર રહે છે. જેઓ ઉવારસદ કર્ણાવતી કેમ્પસમાં યુનાઇટેડ વર્લ્‌ડ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનમાં પ્રોફેસર તરીકે છેલ્લા ચાર માસથી ફરજ બજાવે છે.

ગઈકાલે બુધવારે કેમ્પસમાં ગરબા હતા. જેથી શુભમ મોડે સુધી ત્યાં ગરબામાં રોકાયા હતા.રાત્રીના ઘરે પરત જતી વખતે તેમની પાસે સંસ્થા તરફથી આપવામાં આવેલું બોક્સ પેક લેપટોપ પણ હતું. જે પોતાની કારમાં લઈ તેઓ ચાંદખેડા ખાતે રહેતી પોતાની સહકર્મી મિતાલી કપૂરનાં ઘર તરફ જવા નિકળ્યા હતા.

જેની પાસેથી પોતાના રૂમમેટનું લેપટોપ લઈ કારમાં ગાંધીનગર તરફ રવાના થવાનું હતું. તે વખતે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં સિગારેટ પીવા માટે ઝુંડાલ નર્મદા કેનાલ પાસે ડાબી બાજુ ઉભા રહેવા તેમણે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી અને બ્રિજ થી ૨૦૦ મીટર દૂર પાર્કિંગ લાઈટ ચાલુ કરી સિગારેટ પીવા લાગ્યા હતા. ત્યારે થોડીક વારમાં બાઈક પર ત્રણ ઈસમો નીકળ્યા હતા.

જેમણે થોડેક દૂર બાઈક પાર્ક કરીને શુભમ તરફ દોટ મૂકી હતી.આથી દૂરથી જ સ્થિતિ પારખી ગયેલા અને ત્રણ પૈકી એકના હાથમાં છરી જાેઈ ગયેલ શુભમભારતી તુરંત પોતાની કારમાં બેસી ગયા હતા. ત્યાં સુધીમાં તો ત્રણેય લુટારુઓ તેમની કારને ઘેરી વળ્યા હતાં. જેમાં એક લુટારુએ છરી બતાવીને જે કઈ હોય તે આપી દેવાની ધમકી આપી હતી.

અડધી રાત્રે બ્રિજ પાસે કોઈ ખાસ અવરજવર ના હોવાના કારણે શુભમભારતીએ કારમાં રહેલા લેપટોપ તેમજ રુ. ૨૭૦૦ રોકડા ભરેલું પર્સ, અને મોબાઈલ ફોન આપી દીધા હતા. બાદમાં લુટારુઓએ કારની ચાવી કાઢી લઈને થોડેક દૂર રોડ પર મૂકી દીધી હતી. અને તેમને કારની ચાવી લેવા જવાનું કહી પાછળ પીછો નહીં કરવાની ધમકી આપી હતી. જેથી કરીને શુભમભારતી કારની ચાવી લેવા ગયા હતા.

એ દરમિયાન ત્રણેય લૂંટારૃ બાઈક પર નાસી ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે રુ. ૫૨૭૦૦ ની મત્તાની લૂંટનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આજ કેનાલ પાસે અમદાવાદના પ્રેમી પંખીડા પર પણ છરી વડે ઘાતકી હુમલો થયો હતો. જેની હજી શાહી સુકાઈ પણ નથી અને બીજી લૂંટની ઘટના બનતા રાહદારીઓ ફફડી ઉઠયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.