Western Times News

Gujarati News

પાયલોટ આરોહી પંડિતે ભૂજ એરપોર્ટથી ઉડાન ભરીને ૮૯ વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો

ભૂજ, લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ૧૯૩૨માં જેઆરડી ટાટા દ્વારા ભારતની જે પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરી હતી. આજે ભુજથી મુંબઇ વચ્ચે ફ્લાઇટ ઉડાવીને ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ હતું.

આજે ઐતહાસિક ઉડાનનું પુનરાવર્તન કરાયું. ૧૯૩૨ માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું ઉડાન થયું હતું. આજે ૮૯ વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ફ્લાઇટની ઉડાન ભરી હતી. એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ફ્લાઇટ ઉડાવી હતી.

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટા ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસ ની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટમાં સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું. આજે આરોહી પંડિત ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છના માધાપર ગામની મહિલાઓએ ૭૨ કલાકમાં પુન નિર્માણ કરેલ ભૂજ રનવે પરથી ઉડ્ડયન કર્યું હતું.

આ દરમિયાન આરોહી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવા લેન્ડ થશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલ ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.આરોહીના હસ્તે આજે માધાપરની એ વીરાંગનાઓ નું પણ સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું કે, જેઓએ ભારત પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે બોમ્બમારાથી જે રન-વે ને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને આ વિરાંગનાઓ દ્વારા ફરીથી માત્ર ૭૨ કલાકની અંદર બનાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં બોરીવલીની યુવા આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતા. આરોહી પંડિત ૧૯૩૨ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.

આ ફ્લાઈટમાં આરોહી પંડિત આશરે ૫૦૦ નોટિકલ માઈલનું અંતર કાપવા આશરે પાંચ કલાકના ઉડ્ડયન માટે ૬૦ લિટર પેટ્રોલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આરોહી પંડિત કોઈ જીપીએસ, ઓટો પાઈલટ કે કમ્પ્યૂટર આધારિત ઇક્વિપમેન્ટનો પણ ઉપયોગ કરશે નહિ. આરોહી પંડિતે આ વિશે કહ્યુ હતું કે, હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું કે આ ઐતહાસિક ઘટનાનું પુનરાવર્તન મને કરવાની તક મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.