Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને “મેટ્રો” સામે ઘુંટણિયા ટેકવ્યા

ત્રણ વર્ષમાંઃ ૬૦ નોટીસ છતાં નિષ્ક્રિય 

મેટ્રો સાઈટ પર ૩૬ કિલોમીટરના તૂટેલા રોડ મનપા રીપેર કરશે

પ્રતિનિધિ દ્વારા- અમદાવાદ : ચોમાસાની સીઝન દરમ્યાન સ્માર્ટસીટીના રોડ (smart city road of Ahmedabad) અત્યંત કદરૂપા બની જાય છે. ચાલુ વર્ષે પણ રોડ-રસ્તાના મોટાપાયે ધોવાણ થયા છે. સામાન્ય રીતે રોડ પેચવર્ક અને રીસરફેઈસના કામ નવરાત્રી બાદ શરૂ કરવામાં આવે છે. પરંતુ ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન અમદાવાદમાં આવવાના હોવાથી મ્યુનિ.કમીશ્નર સફાળા જાગૃત થયા હતા. તથા ૧ર સપ્ટેમ્બરે ઈજનેર વિભાગની અરજન્ટ મીટીગ બોલાવી માત્ર ચાર દિવસમાં જ તમામ ખાડા પુરવા માટે આદેશ કર્યો હતો. જા કે, વડાપ્રધાનની મુલાકાત-યાત્રા રંગચંગે પૂર્ણ થઈ ગઈ હોવાથી ચાર દિવસનું કામ નવ દિવસમાં થયું છે. તે અલગ બાબત છે.

નવ દિવસનાં “ખાડા-પુરાણ” અભિયાન દરમ્યાન ૧ લાખ ૩૭ ચો.મીનું કામ કરવામાં આવ્યું છે. ચોકાવનારી બાબત એ છે કે ઈજનેર અધિકારીઓને ચાર દિવસમાં ખાડા ન પુરાય તો સસ્પેન્ડ કરવાની ચીમકી આપનાર મ્યુનિ. વહીવટીતંત્રના મહાનુભાવોએ “મેટ્રો” સામે ઘુંટણીયા ટેકવ્યા છે. તથા “મેટ્રો” કામ ન કરે તો શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી “મેટ્રો” ની ઈજજત સાચવવાની તૈયારી પણ દર્શાવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi)  અમદાવાદની મુલાકાતે (Ahmedabad visit) આવવાના હોવાથી “ખાડા”માં ગયેલ ઈજજત બચાવવા માટે ઈજનેર વિભાગને માત્ર ચાર દિવસમાં “ખાડા પુરી” ઈજજત બચાવવા તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

જેના પગલે શહેરભરમાંથી શોધી-શોધી ને ૧૪૩૧૬ ખાડા પુરવામાં આવ્યા છે. ઈજનેરખાતાની ભાષામાં ૧ લાખ ૩૭ હજાર ચો.મી. ખાડા ના પેચવર્ક કરવામાં આવ્યા છે. જેના માટે પ્રજાના માત્ર રૂ.ત્રણ કરોડ જ ખર્ચ થયા છે.

નોંધનીય બાબત એ છે કે જે ખાડા પુરવામાં આવ્યા છે તે પૈકી એકપણ ખાડો કે “રોડ” ડીફેકટ લાયેબીલીટીમાં આવતા નથી. મતલબકે, તેમાં કોન્ટ્રાકટરોની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે. તંત્ર દ્વારા ખાડા પેચવર્કનો ખર્ચ પ્રજાના શિરે નાંખવામાં આવ્યો છે. તેમજ બારેમાસ પેચવર્ક કરવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશને ૧૩ સપ્ટે.થીરર સપ્ટેમ્બર સુધી નવ દિવસમાં પેચવર્કના કામ કર્યા છે.

ડે.મ્યુનિ. કમીશ્નર (રોડ-પ્રોજેકટ) Dy. Municipal commissioner ના મંતવ્ય મુજબ પેચવર્કના કામ લગભગ પૂર્ણ થઈ ગયા છે. તથા એકાદ સપ્તાહમાં જ રોડ રીસરફેઈસના કામ પણ શરૂ કરવામાં આવશે. ર૦૧૭ દરમ્યાન જે રોડ-રસ્તા તૂટયા હતા તથા હાઈકોર્ટના આદેશ બાદ રીસરફેસ કરવામાં આવ્યા હતા તે પૈકી એકપણ રોડ તૂટયા નથી.


અમદાવાદ શહેરના નાગરીકો માટે “મેટ્રો”નું ahmedabad metro કામ શિરદર્દ બની રહયું છે. “મેટ્રો” લાઈટની આસપાસ પારાવાર ગંદકી અને મચ્છર-બ્રીડીગ જાવા મળે છે.

જયારે તૂટેલા રોડ કાયમી થઈ ગયા છે. મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રોડ રીપેર કરવા માટે મેટ્રો ને ૬૦ જેટલા પત્ર લખ્યા છે. પરંતુ કોઈ જ નકકર પરીણામ મળ્યા નથી. તેમ છતાં “મેટ્રો” એક સપ્તાહમાં તમામ રોડ રીપેર કરશે તેવી આશા રાખવામાં આવી છે.

મેટ્રો સાઈટની આસપાસ અંદાજે ૩૮ કિલોમીટરના રોડ તૂટયા છે. આ તમામ રોડ મેટ્રો રીપેર કરશે તેવી આશા સફળ નહીં થાય તો મ્યુનિ. કોર્પોરેશન સ્વ-ખર્ચ તમામ રોડ રીપેર કરશે. તેમજ મેટ્રો પાસેથી ખર્ચની રકમ વસુલ કરશે. જે સંસ્થા ત્રણ વર્ષથી ૬૦ નોટીસ અભરાઈએ મુકી રહી છે તે સંસ્થા પાસેથી ખર્ચ વસુલ કરવાની વાત થોડી હાસ્યાસ્પદ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.