Western Times News

Gujarati News

રસીકરણ અંગે ભારતની પૂરપાટ ઝડપ જાેઈને વર્લ્ડ બેંક આશ્ચર્યચકિત

નવીદિલ્હી, ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી જશે. રસીકરણ અંગે ભારતની પૂરપાટ ઝડપ જાેઈને વર્લ્ડ બેંક સુદ્ધા આશ્ચર્યચકિત છે. ગણતરીના દિવસોમાં હવે ભારતમાં રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી જશે.

વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે કોવિડ-૧૯ મહામારી વિરુદ્ધ સફળ રસીકરણ કાર્યક્રમ બદલ ભારતને શુભેચ્છા પાઠવી છે અને તેને સફળ ગણાવ્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ સાથેની એક મુલાકાતમાં તેમણે રસી ઉત્પાદન અને વિતરણમાં ભારતની આંતરરાષ્ટ્રીય ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણ સાથે એક બેઠક દરમિયાન માલપાસે કહ્યું કે કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં ભારતે શાનદાર કામ કર્યું. રસી ઉત્પાદનમાં ભપણ ભારતનું યોગદાન પ્રશંસનીય છે. આ ઉપરાંત મુલાકાત દરમિયાન ક્લાઈમેટ ચેન્જ ઉપર પણ વિસ્તારથી વાત કરવામાં આવી.

કહેવાયું કે ભારતે પ્રભાવશાળી યોજનાઓ દ્વારા લક્ષ્યોને સમયસર હાસિલ કરવાના રહેશે. આ બધા ઉપરાંત વર્લ્‌ડ બેંક પ્રેસિડેન્ટે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ભારતે સમય સાથે અનેક જરૂરી રિફોર્મ કર્યા છે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે વર્લ્‌ડ બેંક દ્વારા દરેક પ્રકારનો સહયોગ ભારતને મળતો રહેશે.

વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશ ભારતે એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને પગલે કોવિડ-૧૯ રસીની નિકાસ પર રોક લગાવી હતી. જેથી કરીને દેશની સમગ્ર વસ્તીનું રસીકરણ થઈ શકે. અત્રે જણાવવાનું કે વર્લ્‌ડ બેંકે ભારતને સહયોગ આપતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગત મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ભારત ફરીથી અન્ય દેશોને રસીની નિકાસ શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.