Western Times News

Gujarati News

ચીન ગેરકાયદેસર રૂપે બનેલા તથા કથિત અરુણાચલ પ્રદેશને માન્યતા આપતું નથી

નવીદિલ્હી, લદ્દાખમાં સીમા વિવાદને લઈને ચીન સતત ભારત પર દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ ચીની મીડિયાના એક વિવાદિત લેખમાં કહેવામાં આવ્યું હતું કે ચીન પોતાના ક્ષેત્રને લઈને ભારત સાથે કોઈ પણ પ્રકારે સમજૂતી નહીં કરે અને યુદ્ધની સ્થિતિમાં ચીન ભારતને હરાવવા માટે સફળ રહેશે. ચીનના પ્રતિષ્ઠિત ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા લેખ બાદ હવે ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા ઝાઓ લિજિયાને પણ વિવાદિત નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે ચીન ગેરકાયદેસર રૂપે બનેલા તથાકથિત અરુણાચલ પ્રદેશને માન્યતા આપતું નથી અને આ વિસ્તારમાં કરવામાં આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પ્રવાસનો પણ સખત વિરોધ કરે છે. ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરતા તેને દક્ષિણ તિબેટનો હિસ્સો બતાવે છે.

ચીનના આ નિવેદન બાદ ભારતે પણ નિવેદન જાહેર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે અમે ચીનના સત્તાવાર પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા નિવેદનોને જાેયા છે. અમે આ નિવેદનોનો અસ્વીકાર કરીએ છીએ.

તેમાં આગળ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. જેમાં ભારતીય નેતા ભારતના કોઈ અન્ય રાજ્યનો પ્રવાસ કરે છે એવી જ રીતે નિયમિત રૂપે અરુણાચલ પ્રદેશ રાજ્યનો પ્રવાસ કરે છે. ભારતીય નેતાઓની ભારતના એક રાજ્યની મુસાફરી પર આપત્તિ વ્યક્ત કરવું, ભારતીયોના તર્ક અને સમજથી બહાર છે.

ચીને આ પહેલા પણ અરુણાચલ પ્રદેશમાં આવનારી બધી હસ્તીઓને લઈને આપત્તિ દર્શાવી છે. ટિબેટના ધર્મ ગુરુ દલાઇ લામા સિવાય પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને વર્ષ ૨૦૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર પણ અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કરી ચૂક્યા છે અને ચીને આ બધા પ્રવાસ પર આપત્તિ દર્શાવતા નિવેદન જાહેર કર્યા હતા.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદને લઈને ૧૩મા ચરણની સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીતમાં પણ કોઇ પરિણામ ન આવ્યું. ચીનનું કહેવું છે કે ભારત પરિસ્થિતિનું ખોટું આંકલન કરી રહ્યું છે અને સીમા વિવાદને લઈને ભારતની માગણી અવાસ્તવિક છે.

આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ બનાવી લીધું છે ત્યારબાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. આ બાબતે વાત કરતા ચીને ચીનના વિદેશ મંત્રાલયના હુઆ ચુનયિંગએ કહ્યું હતું કે ચીન-ભારતની સીમા પૂર્વી સેક્ટર કે ઝેંગનાન (દક્ષિણ તિબેટ)ને લઈને ચીનની સ્થિતિ સ્પષ્ટ છે.

તેમણે આગળ કહ્યું કે અમે ક્યારેય પણ ચીની વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા કથિત અરુણાચલ પ્રદેશના માન્યતા આપી નથી. ચીન દ્વારા પોતાના ક્ષેત્રમાં નિર્માણ કાર્યા કરવું સંપૂર્ણ સંપ્રભુતાની બાબત છે. ચીનની પોતાના વિસ્તારમાં વિકાસ અને નિર્માણ સાથે જાેડાયેલી ગતિવિધિઓ એકદમ સામાન્ય વાત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.