Western Times News

Gujarati News

NRIના ખાતામાંથી બેન્કના જ કર્મચારીઓએ જંગી રકમની હેરાફેરી કરી

નવી દિલ્હી,  દેશની ખાનગી ક્ષેત્રોની ટોચની એચડીએફસી બેન્કની દિલ્હી (HDFC Bank New Delhi) શાખામાં મોટા શંકાસ્પદ વ્યવહારની જાણ થતા જ બેન્ક દ્વારા આ અંગે દિલ્હી સાઈબર સેલને ફરિયાદ કરવામાં આવતા ત્રણ બેન્ક કર્મચારીઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કરોડોની રકમના વ્યવહારો તથા તેની સાથે સંકળાયેલા બેન્ક ખાતાઓની તપાસ શરુ થઈ છે. 3 Bank Staff Try To Withdraw Money From NRI Account, Arrested in Delhi

બેન્ક દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ખાતાઓ તથા વ્યવહારો પર વોચ ગોઠવવામાં આવી હતી અને બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ એનઆરઆઈના એકાઉન્ટમાં મોટી રકમની હેરાફેરી થઈ હતી જેમાં એક મહિલા બેન્ક કર્મચારીની પણ સંડોવણી હતી.

બેંકમાં ફ્રીઝ કરાયેલા ખાતામાં વ્યવહારો કરીને કર્મચારીઓની મદદથી જંગી નાણાંની હેરાફેરી: રૂા.10 લાખની લાંચ લેનાર મહિલા કર્મચારી પણ ઝડપાયા

આ બેન્ક ખાતા લેણા અંગેના પૈસા વસુલવા જે નોટ મુકવામાં આવી હતી અને બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે બેન્કના જ કર્મચારીઓએ આ ખાતા ઓપરેટ કરીને તેમાં જંગી રકમની હેરાફેરી કરી લીધી હતી.

આ માટે બેન્ક કર્મચારીને રૂા.10 લાખની લાંચ અપાઈ હતી જયારે અન્ય કર્મચારીઓને મોટી રકમ અપાઈ હતી. આ અંગે ગાઝીયાબાદ તથા મોહાલીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તથા ત્રણ બેંક કર્મચારી સહિત ૧૨ની ધરપકડ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.