Western Times News

Gujarati News

સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે ભરૂચ એસટી કર્મચારીઓનો ઘંટનાદ

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, મોંઘવારી,સાતમા પગાર પંચનો અમલ સહિત પડતર પ્રશ્નોના મુદ્દે એસટી ડેપો-વર્કશોપ ખાતે કર્મચારીઓએ દેખાવો કરી ઘંટનાદ કર્યા હતા.પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો રાત્રીના ૧૨  વાગ્યાથી બસો બંધ કરીને ચક્કાજામની ચીમકી આપવામાં આવી છે.
પડતર પ્રશ્નોના નિકાલની માંગણી કરીને સમગ્ર ગુજરાતના રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે.નિગમના માન્ય ત્રણેય સંગઠનોએ લેખિત તથા મૌખિક રજુઆતો નિગમકક્ષાએ તથા સરકારમાં કરવા છતાં આજદિન સુધી તે પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવ્યું નથી.
નિગમના ત્રણેય માન્ય સંગઠનોની બનેલ સંકલન સમિતિની તા.૨૬ મી ઓગષ્ટના રોજની મીટીંગમાં સર્વાનુમતે લીધેલ નિર્ણય મુજબ
કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોના મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર નિગમના એમડીને સુપ્રત કરવામાં આવ્યું હતું.
નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દુર કરી તાત્કાલીક સાતમાં પગાર પંચમાં સંકલન સમિતિએ માંગેલ પે-સ્કેલનો અમલ કરી ચુકવણું કરવું.આ ઉપરાંત અન્ય બીજી પડતર માંગણીઓના મુદ્દે એસટી કર્મચારીઓ વિરોધી આંદોલન કરી રહ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.