Western Times News

Gujarati News

UPLના પ્રોન્યૂટિવા પ્રોગ્રામે મગફળીના પાકમાં ઉપજ વધારી, 50 હજાર ખેડૂતોને ફાયદો

 250,000 એકરમાં ખેતી કરતાં 50,000 ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવી- મગફળીના ખેડૂતો માટે પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન મળ્યું

અમદાવાદ, પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની UPLલિમિટેડને ગુજરાતમાં પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ ગ્રાઉન્ડનટ પ્રોગ્રામ સાથે ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે. આ પ્રોજેક્ટનો વ્યાપ મે, 2021માં વધારવામાં આવ્યો હતો,

જેનાથી પાકની ઉપજમાં ઉત્કૃષ્ટ વધારો થયો છે, જેથી સહભાગી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. આ પરિણામો દર્શાવવા UPLએ અમરેલીમાં રિકાડિયા ગામમાં લાઇવ ડેમોનું આયોજન કર્યું હતું, જેમાં 750થી વધારે ખેડૂતો, ગામના સરપંચ અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્ષ 2020માં ગુજરાતના મગફળીનું વાવેતર કરતા મુખ્ય પટ્ટામાં આયોજિત પ્રથમ પ્રાયોગિક કાર્યક્રમમાં 8,500 ખેડૂતો સામેલ થયા હતા, જેમની ઉપજ અને આવક બમણી થઈ હતી. હવે આ કાર્યક્રમમાં 50,000થી વધારે ખેડૂતો અને 2.5 લાખ એકરથી વધારે વિસ્તાર સામેલ છે. મગફળીની ઉપજમાં સંપૂર્ણપણે 50થી 60 ટકાનો વધારો થયો છે, જેમાં તેલનું પ્રમાણ 1 ટકા વધ્યું છે. ઉપરાંત એનાથી પશુ માટે ચારાની ઉપજમાં 35 ટકાનો વધારો થયો છે, જેનાથી ખેડૂતોની ડેરી આવક વધી હતી.

પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ પ્રોજેક્ટના કાર્યક્ષેત્ર અંતર્ગત મગફળીના ખેડૂતોને આઇપીએમ કિટ્સ, જમીનનું પરીક્ષણ, હવામાન સેવાઓ, પાક પર સલાહ અને હાઈ-ટેક સક્ષમ ખેડૂત મિકેનાઇઝેશન સેવાઓ જેવી સંકલિત કૃષિલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી મગફળીની ઉપજ અને આવકમાં વધારો થાય.

તેમણે UPLનાં પથપ્રદર્શક ઉત્પાદન “ઝેબા”નો ઉપયોગ પણ કર્યો હતો, જે પાણી અને પોષક દ્રવ્યોને શોષીને પ્લાન્ટને જરૂર હોય ત્યારે મુક્ત કરે છે. પ્રોજેક્ટ મગફળીના ખેડૂતોના ઉત્થાન માટે ટેકનોલોજી સેવાઓ સાથે ઉચિત જાણકારી અને સલાહના મહત્વની સાથે સમગ્ર દેશમાં અતિ વળતરદાયક મગફળીની ખેતીને પ્રોત્સાહન આપવાની સંભાવના પણ પ્રદર્શિત કરે છે, જેના પરિણામે ખાદ્ય અને પોષક દ્રવ્યોની સુરક્ષામાં પ્રદાન થઈ શકશે તેમજ દેશના ખાદ્ય તેલના અભિયાનમાં મદદ મળશે.

પ્રોગ્રામનો સર્વે વી ગવર્નન્સ નોલેજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને ગ્રાન્ટ થોર્ન્ટનએ કર્યો હતો, જે તમામ સ્વતંત્ર થર્ડ પાર્ટી છે.

વી ગવર્નન્સ નોલેજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના પરિણામોએ દર્શાવ્યું હતું કે, “ઝેબા”ના ઉપયોગ અને કાર્યક્રમ અંતર્ગત અન્ય તમામ સેવાઓ સાથે સ્વસ્થ છોડની સંખ્યામાં 20 ટકા સુધીનો, પેગ ફોર્મેશન્સની સંખ્યામાં 25 ટકા સુધીનો, સિંગના દાણાઓની સંખ્યામાં 35 ટકા સુધીનો વધારો થયો હતો

તથા આ તમામ સુધારો સિંગના વજનમાં 51 ટકા સુધીના વધારા તરફ દોરી ગઈ છે. જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા અભ્યાસે તેલમાં 1.45 ટકાના વધારાનો, દાણાના પ્રોટિનમાં 1.68 ટકા સુધીના વધારાનો અને કાર્બોહાઇડ્રેટમાં કુલ 0.72 ટકાના વધારાનો સંકેત આપ્યો છે. ધ ગ્રાન્ટ થોર્ન્ટન દ્વારા અભ્યાસ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ થશે.

આ પ્રોગ્રામની સફળતા પર UPLના ઇન્ડિયા ફિલ્ડ માર્કેટિંગના હેડ સવેશ કુમારે કહ્યું હતું કે, “ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ચાવીરૂપ રાજ્ય છે અને દેશમાં કોઈ પણ રાજયની સૌથ વધુ ક્ષમતા ધરાવે છે. આ વિસ્તારમાં ખેડૂતો સફેદી કીડાનો ઉપદ્રવ, જળનું વ્યવસ્થાપન, જમીનમાં પોષક દ્રવ્યોની ઊણપ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.

અમારા પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો રજૂ કર્યા છે તથા અમને પાકની ઉપજમાં વધારો જળવાઈ રહેવાની અને આપણા દેશને ખેડૂતોની આજીવિકામાં વધારો થવાની આશા છે.”

UPL લિમિટેડના ભારતના રિજનલ હેડ આશિષ ડોભાલેકહ્યું હતું કે, “UPL દરેક પાકના સર્વાંગી અને સતત વિકાસ માટે આતુર છે, જે પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ કાર્યક્રમનો ઉદ્દેશ છે. અમને પ્રોગ્રામમાંથી ઉત્કૃષ્ટ પરિણામો મળવાની ખુશી છે, જે પાકની ઉપજની સાથે ખેડૂતોની આવક વધારવા તરફ પણ દોરી ગયો છે.”

અમરેલીના ઇશ્વરિયા ગામના મગફળીની ખેતી કરતાં ખેડૂત દિનેશભાઈ રુપાલાએ કહ્યું હતું કે, “અમે મગફળીનું વાવેતર કરવાનું છોડવાની યોજના ધરાવતા હતા, કારણ કે એમાં ઓછી ઉપજ અને આવક મળતી હતી, પણ સદા સમૃદ્ધ પ્રોજેક્ટ અંતર્ગત UPLની ટીમના હસ્તક્ષેપ અને સાથસહકાર સાથે ઉપજ 50 ટકાથી વધારે મળવા ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાને કારણે અમારા પાકની ઊંચી કિંમત પણ મળી છે. પશુચારાના ગુણવત્તા અને જથ્થો પણ વધ્યો છે, જેનાથી અમને ડેરી બિઝનેસમાંથી વધારે વળતર મેળવવામાં મદદ મળી છે.”

અમરેલીના રિકાડિયા ગામના રોહિતભાઈ મોવાળિયાના ખેતરમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમણે કહ્યું હતું કે, “મેં મારા ખેતરમાં પ્રોન્યૂટિવા પેકેજનો ઉપયોગ કર્યો હતો. પરિણામે મને મારી મગફળીમાં સિંગની વધારે સંખ્યા, વજન, ગુણવત્તાયુક્ત મોટી સાઇઝની સિંગ સાથે મળી છે. જ્યારે હું પ્રોન્યૂટિવાનો ઉપયોગ નહોતો કરતો, ત્યારે મારી આવકની સરખામણીમાં હવે મારી આવકમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.

જ્યારે વરસાદની અનિયમિતતાને કારણે અન્ય ખેડૂતોની મગફળીના પાક સૂકાઈ ગયો હતો, ત્યારે મારું ખેતર લીલુંછમ હતું અને ઝેબાના ઉપયોગને કારણે સિંચાઈ વિના પાક સારો રહ્યો હતો. ઝેબા પાણી જાળવી રાખે છે અને છોડને જરૂરિયાતને સમયે મુક્ત કરે છે. એનાથી મને તથા મારી ગાયો અને ભેંસોને સારી ગુણવત્તાયુક્ત અને મોટા જથ્થામાં લીલો ચારો મેળવવામાં મદદ મળી છે.”

અમરેલીના દહિડાનાં હંસરાજભાઈ હાપાણીએ કહ્યું હતું કે, “ભારત 70 ટકાથી વધારે ખાદ્ય તેલની આયાત કરે છે. જો આ પ્રોજેક્ટનો સમગ્ર ભારતમાં અમલ થાય, તો ટૂંક સમયમાં આપણે તેલમાં આત્મનિર્ભર બનીશું, જેથી આપણે આપણું વિદેશી હૂંડિયામણ બચાવીશું તેમજ દેશને સ્વસ્થ રાષ્ટ્ર બનાવીશું. મેં મારા ખેતરમાં મગફળી પર પ્રોન્યૂટિવાની અસરનાં પરિણામો જોયા છે, જેમાં મેં ઉપજમાં 50 ટકાથી વધારો અને તેલના અર્કમાં 1.5 ટકાનો વધારો જોયો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.