Western Times News

Gujarati News

બોડકદેવ વોર્ડમાં ત્રણ કરોડના ખર્ચે કુલ ર૯ RCC રોડ બનાવાશે

પ્રતિકાત્મક

ચાલુ વર્ષમાં રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે કુલ ૧ર રોડ RCCના બનાવાશે

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સામાન્ય રીતે વરસાદ બંધ થયા બાદ શહેરના બિસમાર રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે રિસરફેસિ્ંાંગ કરાય છે. ડામર અને પાણી વચ્ચે વેર હોવાથી સામાન્ય વરસાદમાં પણ ડામરથી બનેલા રસ્તા ઠેર ઠેર તૂટી જાય છે.

રસ્તા પરના રકાબી આકારના ખાડાથી વાહનચાલકોને બેક પેન જેવી બીમારીનો ભોગ બનવું પડે છે. ચાલુ વર્ષે પણ આશરે રૂા. રરપ કરોડના રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાયાં છે. જાે કે વર્ષોવર્ષ ડામરના રસ્તાના રિપેરીંગ પાછળ મ્યુનિ. તિજાેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાતા હોઈ તંત્ર હવે ટકાઉ એવા આરસીસીના રોડ બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના પોશ ગણાતા બોડકદેવ વોર્ડમાં આશરે રૂા. ૩ કરોડના ખર્ચે વિભિન્ન ર૯ આરસીસી રોડ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે, જે પૈકી કેટલાક રોડ બનીને તૈયાર પણ થયા છે.

મરથી બનેલા રસ્તાનું આયુષ્ય આરસીસીથી બનેલા રસ્તાની સરખામણીમાં ખૂબ ઓછું હોય છે. ડામરવાળા રસ્તા જાે પાંચ-સાત વર્‌ ટકી જાય તો પણ તેને સારી ગુણવત્તાવાળા રસ્તાની ઓળખ મળે છે, જાે કે મહદઅંશે આવા રસ્તા જાે હલકી ગુણવત્તાથી બન્યા હોય તો સામાન્ય વરસાદનો માર પણ ઝીલી શકતા નથી. એટલે દર ચોમાસામાં અમદાવાદીઓ ડિસ્કો રોડથી ભારે મુસીબતમાં મુકાતા આવ્યા છે. આ ચોમાસામાં પણ શહેરમાં ઠેર ઠેર રસ્તા ધોવાતા વાહનચાલકોને પારાવાર તકલીફ પડી રહી છે.

આની સામે આરસીસીથી બનેલા રસ્તા વરસાદ સામે ટક્કર લઈ શકે છે. આરસીસીથી બનેલા રસ્તાનું સામાન્ય આયુષ્ય ૩૦ થી ૩પ વર્ષનું હોય છે. એટલે આરસીસીના રસ્તા એક વખત બની જાય તો અનેક ચોમાસા સુધી તેની સામે પાછું વાળીને જાેવાની જરૂર પડતી નથી. સામાન્ય લોકો પણ શહેરમાં વધુને વધુ આરસીસીના રસ્તા તૈયાર થાય તેવી માંગણી કરી રહ્યાં છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવની વાત કરીએ તો આ વોર્ડમાં ગત વર્ષ ર૦ર૦-ર૧માં આશરે રૂા. ર.૦૯ કરોડના ખર્ચે કુલ ૧૭ રોડ આરસીસીના બનાવવાનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્યુઆઈએએ ગલીમાં રૂા.ે ૧૩.૮૭ લાખના ખર્ચે, મેમનગરના સુખીપુરા તેમજ અન્ય જગ્યાએ રૂા. રૅે૦.૪૧ લાખના ખર્ચે, ગણપતિ મંદિરથી સન વિલા રો-હાઉસ સુધીના રોડને

રૂા. ૧૭.૧૪ લાખના ખર્ચે, વસ્ત્રાપુરના વૃંદાવન આવાસમાં રૂા. ૧૬.૪૭ લાખના ખર્ચે, ગુરૂકુળ રોડપરના ગાંધી સોડાથી રૂચિર એપાર્ટમેન્ટ સુધીના રોડને રૂા. ૮.૧૬ લાખના ખર્ચે, બોડકદેવ વિસ્તારમાં જાંબુ વન ફલેટવાળો રોડ રૂા. ૮.ડ૦ લાખના ખર્ચે, આલેખ એપાર્ટમેનટ, પ્રિયદર્શિની ટાવરવાળી ગલીમાં રૂા. પ.૯પ લાખના ખર્ચે, કિસ્મત ફ્લેટથી રવિ ફ્લેટ સુધી રૂા. ૮.૧૬ લાખના ખર્ચે,

હિલ્લોરા રેસિડેન્સવાળો રોડ રૂા. ૮.૧૬ લાખના ખર્ચે, કલગી એપાર્ટમેન્ટ ચાર રસ્તાથી ભરતકુંજ એપાર્ટમેન્ટ સુધીના રોડને રૂા. ૧૭.૯૬ લાખના ખર્ચે તેમજ અન્ય રોડને આરસીસીના બનાવવાનું જે આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયું હતું તે પૈક મોટા ભાગના રોડ આરસીસીના થઈ ગયા છે. તેમ બોડકદેવ વોર્ડના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે.

ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૧-રરમાં હાથ ધરાનારા આરસીસી રોડની વિગત આપતાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીવધુમાં કહે છે કે બોડકદેવ વિસ્તારમાં મધર મિલ્કના ખાંચામાં જૈના દેરાસરવાળી ગલીમાં રૂા. ૧ર લાખના ખળ્ચે તથા પ્રિયદર્શિની ટાવર સામેની ગલી નં. ૧માં રૂા. ૪ લાખના ખર્ચે,

પ્રેમચંદનગર રોડ પરના અમૂલ પાર્લરથી ગૃરૂકૃપા ફલેટ સુધીના રોડને રૂા. ૬ લાખના ખર્ચે, ગોરધનદાસ ચેરિટેબલ હોસ્પિટલવાળી ગલીમાં રૂા. ૭ લાખના ખર્ચે, પ્રૈસ્ટિજ ટાવર સામેની સુભાષચોકવાળી ગલીમાં રૂા. ૬.૪૯ લાખના ખર્ચે, બોડકદેવ ગામ આંગણવાડીથી પુરૂષોત્તમ બંગલોઝ સુધીના રોઢને રૂા. ૮ લાખના ખર્ચે, રાજતિલક રો-હાઉસથી લાડ સોસાયટી રોડ પરના સૂર્યદર્શન એપાર્ટમેન્ટવાળી ગલીમાં રૂા. ૪.૬૦ લાખના ખર્ચે,

વેસ્ટર્ન પાર્ક પાછળના ભાગે દેવી અન્નપૂર્ણા સોસાયટીથી મધુવન સોસાયટી સુધીના રોડને રૂા. ૧૦ લાખના ખર્ચે, મેમનગર વિસ્તારમાં ગુરૂકુળ રોડ પરના લક્ષ્મી ગાંઠિયા રથથી રાજવી ટાવર સુધીના રોડને રૂા. ૧૦ લાખના ખર્ચે તથા તે સહિતના કુલ ૧ર રોડને રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે આરસીસીના બનાવવાની તંત્રે ક્વાયત હાથ ધરી હોઈ કેટલાક આરસીસીના રોડ તો લોકોપયોગી થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.