Western Times News

Gujarati News

CCTV ફૂટેજને આધારે ફરિયાદીને જ આરોપી નિકળ્યો, ૧પ કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો

ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી: મરચાંની ભૂકી નાખીને લૂંટ ચલાવી હોવાની ફરિયાદીની થિયરીનો પર્દાફાશ થયો

અમદાવાદ, સીસીટીવી કેમેરા ઘણી વખત આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે જે કારણે તેને પોલીસ તેમજ અન્ય સરકારી એજન્સીઓ માટે તેમજ વેપારીઓ માટે તીસરી આંખ કહેવામાં આવે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘણાં ગુનાઓનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી દીધા છે.

જેનું સૌથી મોટું ઉદાહરણ થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં ચકચારી બનેલા સ્મિતને તરછોડવાની ઘટના છે. નિકોલ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં ૧પ કિલો ચાંદીની લૂંટના ચકચારી કિસ્સામાં પણ ક્રાઈમ બ્રાંચ માટે સીસીટીવી કેમેરા આશીર્વાદરૂપ સાબિત થયા છે. જેણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

ક્રાઈમ બ્રાંચે લૂંટની ફરિયાદ કરનાર ફરિયાદીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી બનાવી દીધો છે અને લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી છે તે પુરવાર કરી બતાવ્યું છે.

શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. જેની પાછળનું કારણ ક્યાંકને ક્યાંક શોર્ટકટથી રૂપિયા કમાવવાનું છે. લોકો શોર્ટકટથી રૂપિયા કમાવવાનું છે. લોકો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે એવાં કામ કરી બેસે છે કે જેના કારણે તેમને જેલમાં જવાના દિવસો આવી જાય છે.

તાજેતરમાં ચાંદખેડા વિસ્તારમાં નકલી નોટ બનાવવાનો પર્દાફાશ થયો હતો. જેમાં આરોપીઓ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે નીકળ્યા હતા. અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો.ે શહેરના નિકોલ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં થયેલી લૂંટમાં પણ આવો જ કાંડ થયો છે. જેમાં ત્રણ યુવકોને કાયદાના સકંજામાં આવવું પડ્યું છે.

નિકોલમાં સેલ્સમેનની આંખામાં મરચાની ભૂકી નાખીને ૧પ કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયાં હોવાની ઘટના બની છે. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. બનાવની વિગત એવી હતી કે

વાસણા વિસ્તારમાં રહેતો સંકેત ખટિક માણેકચોકમાં આવેલી મિલન ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેનની નોકરી કરી છે. પોતાની ફરજના ભાગરૂપે સંકેત શહેરના વિવિધ જ્વેલર્સને ત્યાં સોના અને ચાદીના દાગીના બતાવવાતથા વેચવા માટે જતો હોય છે. ત્રણ દિવસ પહેલાં નિકોલના સત્યમ્‌ પ્લાઝા પાસે સંકેત ૧પ કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને ઉભો હતો.
આ સમયે એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા અને સંકેતની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને પછી તેની પાસે રહેલા ૧પ કિલો ચાંદીભરેલા થેલાની લૂંટ ચલાવી અને બાદમાં ત્રણેય શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમયે સંકેતે આરોપીઓને પકડવાનો પણ પ્રયાસ કર્યફો હતો. જાે કે આ પ્રયાસમાં સંકેત નિષ્ફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
લૂંટની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બાદમાં લૂંટની આ ઘટનાની જાણ નિકોલ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ સંકેતે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લુંટારાઓ ક્યાંથી આવ્યા હતા અને કઈ તરફ ગયા હતા એ જાણવા માટે પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જે જાેતાં પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ૧પ લાખ રૂપિયાની ચાંદીની લૂંટનો પ્લાન બનાવનાર બીજું કોઈ નહિં પરંતુ સંકેત પોતે હતો. સંકેતની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમજ દિવાળી સુધારવા માટે તેના સંબંધે સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. સંકેતે જે થિયરી નિકોલ પોલીસને બતાવીને ફરિયાદ કરી હતી જેમાં મરચાંની ભૂકી આંખમાં નાખીને લૂંટારાઓ લૂંટ કરીને નાસી જાય છે અને તેમનો પીછો કર્યો છે તેવું તેણે પોલીસને જણાવ્યું હતું. જાે કે હકીકત સીસીટીવી કેમેરામાં હતી. લુંટારોઓ સંકેતની આંખમાં મરચાની ભૂકી નાખતા નથી અને લૂંટ કર્યા પછી પણ સંકેત તેમને પકડવા પાછળ દોડતો નથી. ફરિયાદીની આ કહાણી અને સીસીટીવી ફૂટેજના દ્રશ્યોમાં વિરોધાભાસ હોવાના કારણે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.