Western Times News

Gujarati News

આણંદ – બોરસદ અને ખંભાતના યુવાનોને હોમગાર્ડઝ દળમાં જાેડાવાની તક મળશે

(માહિતી) આણંદ, આણંદ જિલ્લામમાં કાર્યરત જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા આણંદ, બોરસદ અને ખંભાત તાલુકાના યુનિટ માટે પુરૂષ ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે.

હોમગાર્ડઝ દળમાં જાેડાવા માટે પુરૂષ ઉમેદવારોની ઉંમર તા. ૧/૧૧/૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલા હોવા જાેઇએ જયારે વધુમાં વધુ ઉમેદવારની ઉંમર ૫૦ વર્ષથી વધુ ન હોવી જાેઇએ. જયારે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ-૧૦ પાસ, વજન-૫૦ કિલો, ઉંચાઇ-૧૬૨ સે.મી. અને છાતી ૭૯ સે.મી. (૦૫ સે.મી. ફુલાવી શકવી જાેઇએ) હોવી જરૂરી છે.

આમ, આ મુજબની તમામ ઓછામાં ઓછી લાયકાત પરિપૂર્ણ કરતાં હોય તેવા ઉમેદવારોએ ૧૬૦૦ મીટરની દોડ ૦૯ (નવ) મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે. આ ભરતી અંતર્ગત આણંદ યુનિટમાં ૫૦, બોરસદ યુનિટમાં-૨૫ અને ખંભાત યુનિટમાં-૨૫ યુવકોની ભરતી કરવામાં આવનાર છે.

આ ભરતી માટેના ફોર્મ આણંદ યુનિટ માટે આણંદ બોરસદ ચોકડી પાસે, જૂના જિલ્લા સેવા સદનના રૂમ નં. ૪૧૨ અને ૪૧૩માં આવેલ જિલ્લા હોમગાર્ડઝ કચેરી, બોરસદ યુનિટ માટે બોરસદ ખાતેની જૂની સિવિલ કોર્ટ, ફુવારા પાસે આવેલ હોમગાર્ડઝ યુનિટ કચેરી અને ખંભાત યુનિટ માટે ખંભાત શહેર પોલીસ સ્ટેવશન સામે આવેલ હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતેથી મેળવી લઇ તેજ કચેરીને તા. ૩/૧૧/૨૦૨૧ના સાંજના ૫-૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે જમા કરાવવાના રહેશે.

આ હોમગાર્ડઝ દળની ભરતી માટે જે તાલુકાના યુનિટોમાં ભરતી કરવામાં આવનાર છે તે યુનિટોના તાલુકા મથકથી ૦૮ કિ.મી.ની ત્રિજયામાં રહેતા હોય તેવા જ ઉમેદવારોને આ ભરતી માટેના ફોર્મ ભરવા આણંદ હોમગાર્ડઝના જિલ્લાા કમાન્ડતન્ટ. શ્રી એસ. એસ. નીલએ એક યાદી દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.