Western Times News

Gujarati News

BoB ફોરેન રેમિટન્સ કૌભાંડમાં છની ધરપકડ

નવી દિલ્હી, સીબીઆઇએ બેંક ઓફ બરોડાના ફોરેન એક્સચેન્જ રેમિટન્સ કૌભાંડના સંબધમાં ૬ લોકોની ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ કૌભાંડ ૨૦૧૫માં સપાટી પર આવ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો એોફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ આ કેસના સંબધમાં ૧૪ સ્થળોએ દરોડા પાડયા હતાં.

૨૦૧૫માં સપાટી પર આવેલા આ કૌભાંડમાં ૫૯ ખાતાઓમાંથી ગેરકાયદે ૬૦૦૦ કરોડ રૂપિયા વિદેશ મોકલાયા હતાં. ઉલ્લેખનીય છે કે એજન્સીએ ૧૨ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ સ્પેશિયલ જજની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.સીબીઆઇ પ્રવક્તા આર સી જાેશીના જણાવ્યા અનુસાર આ ચાર્જશીટ બેંક ઓફ બરોડાના તત્કાલીન એજીએમ અને તત્કાલીન ફોરેક્સ ઓફિસર વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.

સીબીઆઇએ આજે તનુજ ગુલાટી, ઇશા ભુટાની, ઉજ્જવલ સુરી, હુન્ની ગોએલ, સાહિલ વાધવા અને રાકેશ કુમાર એમ કુલ ૬ લોકોની ધરપકડ કરી છે.એજન્સીએ ૨૦૧૫માં પણ બેંકના વિવિધ અધિકારીઓ અને અન્ય સામે કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાંથી ૫૯ કરન્ટ એકાઉન્ટ હોલ્ડરોના ખાતામાંથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી હતી. સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક વિહાર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની નવી શાખા હતી અને તેને ૨૦૧૩માં જ વિદેશી વ્યવહારો કરવાની મંજૂરી મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૧૪થી જુલાઇ ૨૦૧૫ દરમિયાન ૮૦૦૦ વ્યવહારો દ્વારા ૬૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. દરેક વ્યવહારની રકમ એક લાખ ડોલરથી ઓછી રાખવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.