Western Times News

Gujarati News

30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કર્ફ્યુ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી

અમદાવાદ, રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ના બરાબર છે. બીજીતરફ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં વધુ છુટછાટ આપવાની જાહેરાત કરાઈ છે.

આગામી 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. જેથી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે તેમા બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેશકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

આ સિવાય તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તેમજ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તોઓ બોલાવી શકાશે.

ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.