Western Times News

Gujarati News

ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઇડમાં ટર્ન લેતા ચાલકો પર તવાઇ આવશે

Pakwan-flyover-ahmedabad Gujarat

અમદાવાદ, જાેખમી શોર્ટકટ હંમેશાં ભયાનક અકસ્માત કે મોતને આમંત્રણ આપત હોય છે, જેના હજારો કિસ્સા અલગ અલગ જગ્યા પર બન્યા છે.

અમદાવાદમાં જાેખમી શોર્ટકટ લેવાની લાહ્યમાં કોઇ વાહનચાલક મોતને ભેટે નહીં તે માટેનું પૂરતું ધ્યાન ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રાખવામાં આવતું હોય છે જેના કારણે અવારનવાર ડ્રાઇવનું આયોજન પણ થાય છે. શોર્ટકટ માટે પકવાન ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઇડમાં જતા વાહનચાલકો મોતને આમંત્રણ આપે છે. જેની ગંભીરતા સમજીને તંત્રએ વ્યૂહરચના ઘડવાની તૈયારી કરી લીધી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સિટી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે, જે પૈકી જાે કોઇ વાહનચાલક શોર્ટકટ લઇને રોંગ સાઇડમાં આવશે તો તેના વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તેનું વાહન પણ જપ્ત થઇ શકે છે.

આ ઉપરાંત બ્રિજના છેડે બેરિકેડ પણ મૂકી દેવામાં આવશે, જેના કારણે વાહનચાલકો રોગ સાઇડમાં જાેખમી ટર્ન મારીને જઇ શકશે નહીં. પકવાન ઓવરબ્રિજ ઉપરાંત પણ અમદાવાદના ઘણા એવા ઓવરબ્રિજ છે, જ્યાં લોકો રોંગસાઇડમાં વાહન લઇને પસાર થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરખેજ સર્કલથી વૈષ્ણદેવી સર્કલ સુધીના એસજી હાઇવેના ૧૪.૮ કિલોમીટરના ઓવરબ્રિજ અને અંડરબ્રિજના રસ્તાને વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. આ હાઇવે પર સૌથી વધુ અકસ્માત મકરબા, ઇસ્કોનબ્રિજ, થલતેજ અંડરપાસ, પકવાન અને ગોતા ઓવરબ્રિજ આસપાસ થાય છે

ત્યારે પકવાન ઓવરબ્રિજ અને પકવાન અંડરબ્રિજ વચ્ચે જવાના રસ્તા તરફ જતા વાહનચાલકો માટે સર્વિસ રોડ પર જવાની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, જેથી સર્વિસ રોડ તેમજ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તરફ જવા માટે વાહનચાલકો જાેખમી રીતે રોંગ સાઇડમાં પસાર થઇ રહ્યા છે,

જેથી સામેથી પણ પુરપાટ વાહનો પસાર થતા હોય છે, જેને લઇ એસ.જી. હાઇવે પર રોંગ સાઇડમાં જતા વાહનોને લઇ ભયંકર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ઇસ્કોનથી પસાર થતા પવાન ચાર રસ્તા પાસે નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે સિંધુ ભવન તરફથી આવતા વાહનોને સર્વિસ રોડ તરફ જવા માટે

રસ્તા વચ્ચે ડિવાઇડર ન બેસાડીને કામચલાઉ રસ્તો આપવામાં આવ્યો હતો, જેના પર થઇને મોટા વાહન, એસટી બસ, રિક્ષા સહિતના ખાનગી વા હનો પસાર થતા હતા, પરંતુ હાઇવેનું અહીં કામકાજ પૂર્ણ થતા પકવાન પાસેનો બ્રિજ શરૂ કરી દેવાયો છે.

હાલમાં સરખેજથી સીધા વૈષ્ણોદેવી જવા માટે મોટા ભાગના ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. વાહનચાલકો મોટી સંખ્યામાં આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. વાહનચાલકો કર્ણાવતી ક્લબથી ઇસ્કોનબ્રિજ અને ઇસ્કોનબ્રિજથી પકવાન ઓવરબ્રિજ જવા માટે નીચે ઊતરે તો તેમણે સીધા અંડરબ્રિજ ઝાયડસ પાસે નીકળવુ પડે છે.

જેથી વાહનચાલકો સિંધુ ભવનઅને ગુરુદ્વારા તેમજ થલતેજ જવા માટે પકવાન ઓવરબ્રિજ અને અંડરબ્રિજના છેડા વચ્ચે યુ-ટર્ન મારીને રોંગ સાઇડમાં જવા માટે શોર્ટકટનો ઉપયોગ કરીને રોંગ સાઇડમાં વાહન લઇને પસાર થતા હોય છે.

વાહનચાલકોને લાંબો ફેરો મારવો પડતો હોવાથી તેઓ રોંગ સાઇડે જ પસાર થઇ રહ્યા છે, પરંતુ હાઇવે હોવાથી દિવસ તથા રાતના સમયે ફૂલ સ્પીડમાં બાઇકર્સ તેમજ કારચાલકો નીકળે છે વાહનચાલકોની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત થવાની સંભાવના વરતાઇ રહી છે.

એસજી હાઇવે પર દિવસ અને રાતના સમયે નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ બિઝનેસમેન પોતપોતાના વાહન લઇને ઉતાવળે નીકળતા હોય છે તેમજ પકવાનથી સિંધુ ભવન અને ટીજીબી હોટલથી પકવાન સુધી સવારે અને સાંજે ખૂબ ટ્રાફિક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.