Western Times News

Gujarati News

દેશમાં કોરોના વાયરસના ૧૧૮૦ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૬માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૩૯માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. જાેકે છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં વધારો થયો છે.

શુક્રવારે દેશમાં ૧૨,૫૧૬ નવા કેસ નોંધાયા હતા અને ૫૦૧ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા છેલ્લા ૧૧,૮૦ નવા કેસ નોંધાયા છે અને ૫૫૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૪,૪૦૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૭૪ દિવસના નીચલા સ્તર ૧,૩૬,૩૦૮ પર પહોંચી છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૧,૪૦,૪૮,૧૩૪ પર પહોંચ્યો છે. જે પૈકી ૫૮,૪૨,૫૩૦ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. નેશનલ કોવડ-૧૯ રિકવરી રેટ ૯૮.૫૬ ટકા છે. જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૦૭ ટકા છે.

અમદાવાદમાં કોરોના વેકિસનનો બીજાે ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના ર્નિણયનો અમલ કરવામાં આવ્યો હતો.જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજાે ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.