Western Times News

Gujarati News

જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ

રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના અનેક પંથકોમાં પણ ભારે વરસાદને લઇ સ્થાનિક નદી-નાળા છલકાયા હતા અને વિસ્તારો જળમગ્ન બન્યા હતા. રાજકોટમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મોરબીના ટંકારામાં પણ ચાર ઇઁચ, માણાવદરમાં ત્રણ ઇઁચ, જૂનાગઢના વંથલીના લુશાળામાં તો વળી, છ ઇઁચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો, જેને પગલે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ હતી, જેના કારણે કારમાં ત્રણ મહિલા ફસાઇ જતા પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હોવાનું જાણ મળી રહ્યું છે. જા કે, એક વ્યકિતને બચાવી લેવાઇ હતી. ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા. કારમાં રહેલ લોકો ગોંડલના ખડવંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.