Western Times News

Gujarati News

યોગેશ ચુડગર લિખિત વાર્તાસંગ્રહ “સાચો હીરો” પુસ્તકનું કાજલ ઔઝા વૈદ્યના હસ્તે વિમોચન

અમદાવાદ, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, મોટીવેશનલ વક્તા અને જાણીતા સમાજ સેવી યોગેશ ચુડગર લિખિત સંવેદનના સંકલિત કરતી સંવેદનશીલ કથાઓના સંગ્રહ પુસ્તિકા સાચો હીરોનું શહેરના જીએલએસ ઓડિટોરીયમમાં જાણીતા લેખિકા અને નવી પેઢીના મોટીવેશનલ કોલમનિસ્ટ તથા વક્તા કાજલ ઓઝા વૈદ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાજલ ઓઝા વૈધે આ વાર્તા સંગ્રહના અનેક પ્રેરણાદાયી પ્રસંગો ટાંકીને કહ્યું હતું કે આ પુસ્તક યોગેશભાઈના જીવનના અનુભવનો નિચોડ છે. જીવનમાં નિરાશા-હતાશા આવી હોય તો તેમાંથી બહાર નિકળવાનો સાચો અને સારો માર્ગ બતાવે છે. અને આજની નવી પેઢીના તમામે તેને એકવાર તો વાંચવુ જ પડે એ રીતે તે જીને કી રાહ અને દીવાદાંડીરુપ છે.

આ પ્રસંગે કાજલે સંખ્યાબંધ ઉદાહરણો ટાંકીને નવી પેઢીની ખામીઓ વર્ણવીને બાળકોને સાચા હીરો જેવા આવા પુસ્તકો વાંચવા જાે ભાર મૂકશે તો નવી પેઢીના બાળકો-યુવાઓ મોબાઈલ-ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપ જેવા નકામા સોશિયલ મીડિયાના પ્રદૂષિત વાતાવરણમાં શુદ્ધ અને પ્રેરક વાંચન કરીને જીવનમાં આમૂલ પરિવર્ત લાવવા માટે ચોક્કસ પ્રેરિત થશે.

મુખ્ય મહેમાનપદેથી જાણીતા દૈનિક ‘જય હિન્દ’ના તંત્રી યશવંતભાઈ શાહે પણ લેખક અને પુસ્તકનો ઉલ્લેખ કરીને આજની નવી પેઢી લાયબ્રેરીમાં જતી થાય તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. યોગેશભાઈની સંવેદનાને પ્રગટ કરતી વાર્તાઓ પ્રસિદ્ધ માટે આગ્રહ એટલા માટે હતો

કેમ કે તેમની કલમમાં સંવેદના ઝળકતી હતી અને નવી પેઢી સુધી તેને પહોંચાડવાના એક પ્રયાસરુપે તેમને લખવા પ્રેરિત કર્યા હતા. તેમણે આજની કડવા વાસ્તવિકતા ઉજાગર કરતાં કહ્યું કે આજે સસાહિત્ય વેચાય છે પણ વંચાતુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.