Western Times News

Gujarati News

ડૉ. આત્મન પરમારનું “હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનઃ ધનરાશિ જાગૃતતા એટલે કે મની કોન્શિયસનેસના અનન્ય મનો-આધ્યાત્મિક સંદેશાઓ સાથેનું એક અસામાન્ય પુસ્તક “હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ” જેમાં લેખિકા ડો.આત્મન પરમારના અદભુત વિચારોને ચેનલાઈઝ કરવામાં આવ્યું છે

એનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમના અંબિકા રંજનકર, જાણીતા ગાયક અને વક્તા શલેન્દ્ર ભારતી, ગાયનેકોલોજિસ્ટ, ઑબ્સ્ટેટ્રિશિયન અને ‘અવેકનિંગ ઇન દ વુમ્બ પુસ્તકના લેખિકા ડૉ. મોનિકા સિંઘ એ પણ ઉપસ્થિત હતા.

આ પુસ્તક દ્વારા લેખિકા સુશ્રી આત્મન પરમાર તેમના વાચકોને ભારપૂર્વક ભલામણ કરે છે કે જ્યારે પણ તમે નાણાકીય અવરોધ અનુભવો અથવા નાણાં ને લાગતી કોઈ પણ પડકાર સ્વરૂપ સ્થિતિ માંથી પસાર થતા હોવ ત્યારે સાચા મન થી આ પુસ્તક નું કોઈ પણ પાનું ખોલો અને વાંચો કે પૈસો તમને શું કહેવા માંગે છે.

તમારા આચાર વિચાર માં કયા બદલાવથી એ તમારી પાસે સરળતા થી આવી શકે એની માહિતી પૈસો ખુદ જ તમને જણાવી રહ્યો છે. તમે ખોલેલા પુસ્તકના પાના પર લખેલો એ સંદેશ, તમારી પૈસા માટેની જાગૃતતા માં વધારો કરશે. તમને પડકાર સ્વરૂપ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવશે.

વાચક, પોતાના આચાર વિચાર માં બદલાવ લાવી ને પૈસાનો માર્ગ પોતાના તરફ મોકળો કરી શકશે. એટલે જ આ પુસ્તકનું નામ છે હેલો, ધિસ ઇઝ મની સ્પીકિંગ જાણીતા ગુજરાતી સમુદાયમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સના પરિવારમાં જન્મેલા ડો. આત્મન પોતાના બાળપણમાં હંમેશા નાણાં સલાહકારો, નાણાં ધીરનાર અને નાણા ડીલરોથી ઘેરાયેલા રહ્યા હતા. નાનપણથી જ તેમણે લોકોના પૈસા પ્રત્યેના વલણ તથા પૈસા માટેની તેમની આધ્યાત્મિક માનસિકતાનું અવલોકન કરવાનું શરૂ કરી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.