Western Times News

Gujarati News

એલડી સરકારી કોલેજાેની ૧૬૦૦ બેઠક માટે ૩ હજારની સંમતિ

(એજન્સી) અમદાવાદ, સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજાેમાં ખાલી પડેલી ૧૬૦૦થી વધારે બેઠકો માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન સંમતિ આપવાની સુચના આપવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ તૈયારી દર્શાવી છે.

આગામી ર૩મીએ મેરીટના આધારે જે તે કોલેજમાં પ્રવેશ ફાળવી દેવામાં આવશે. જાે કે સરકારી કોલેજાેમાં સારી ગણાતી બ્રાંચની અનેક બેઠકો ખાલી રહેતા હવે અગાઉ સ્વનિર્ભર કોેલેજાેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવતા અનેક મુશ્કેલી ઉભી થાય તેમ છે.

આઈઆઈટી, એનઆઈટી માં પ્રવેશ મળતા અગાઉ એલડી એન્જીનિયરીગ સહિતની સરકારી ઈજનેરી કોલેજમાં પ્રવેશ લેનારા અનેક વિદ્યાર્થીઓએે પ્રવેશ રદ કરાવ્યો છે. આમ, છેલ્લો રાઉન્ડ પૂરો થયા બાદ કુલ ૧૬૦૦થ્થી વધારે બેઠક ખલાી પડી હતી. આ સરકારી કોલેજાેની બેઠકો માટે હાલ નવો રાઉન્ડ શરૂ કરાયો છે. પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓનેે ૧૮ અનેે ૧૯મીએ સંમતિ આપવા તાકીદ કરવામાં આવી હતી. પ્રવેશ સંમતિના સભ્યોના કહ્યા અનુસાર હાલમાં અંદોજે ૩ જાર વિદ્યાર્થીએ પોતાની સંમતિ આપી છે.

આગામી ર૩મીએ મેરીટના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે એલ.ડી એન્જીનિયરીયગ સહિતની સરકારી કોલેજમાં એન્વાર્યમેન્ટ, આઈટી કેેમિકલ, કમ્પ્યુટર, મિકેનીકલ, સિવિલ સહિતની બ્રાંચોમાં બેઠકો ખાલી પડી છે.

હાલમાં જુદી જુદી સ્વનિર્ભર કોલેજાેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં આ સરકારી કોલેજાેમાં મેરીટના આધારે જ પ્રવેશ મેળવે તો આગામી દિવસોમાં અન્ય કોલેજાે પણ મોટાપાયે બેઠકો ખાલી પડે તેમ છે.

આમ, સરકારી કોેલેજાેમાં બેઠકો ખાલી પડતી આ બેઠકો ભરવા માટે નવેસરથી કાર્યવાહી જે તે કોલેજાેએ કરવી પડે તેમ છે. કાઉન્સીલ દ્વારા ૩૦મી નવેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની તાકીદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં પહેલાં સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ પ્રવેશની સમયમર્યાદા પર્ણ થયા બાદ તાકીદે એકઝામ આપવી પડે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.