Western Times News

Gujarati News

ટામેટાંના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું

અમદાવાદ, ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટાંના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં ટામેટાંના ભાવ કિલોદીઠ 100 રૂપિયાને પાર થઈ ગયા છે.

દેશમાં સૌથી મોંઘાં ટામેટાં આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં વેચાઈ રહ્યાં છે. અહીં ટામેટાંનો ભાવ 113 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ટામેટાં 65થી 90 રૂપિયા પ્રતિકિલો થઈ ગયાં છે.

એક તરફ, મોંઘવારીએ માજા મૂકી છે. શાક માર્કેટમાં સામાન્ય રીતે 20થી 30 રૂપિયે કિલો મળતાં ટામેટાંના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમા પણ ટામેટાંના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમા પણ ટામેટાંનો ભાવ પ્રતિ કિલો 80થી 100 રૂપિયાએ પહોંચ્યો છે.

ટામેટાંની ખેતી કરતા ખેડૂત સોનુ યાદવ કહે છે, આ સીઝનમાં ટાંમેટાંનો ભાવ 20થી 30 રૂપિયા પ્રતિ કિલો રહે છે, પરંતુ હાલમાં ટામેટાંનો મોટા ભાગનો પુરવઠો દક્ષિણનાં રાજ્યોમાંથી આવી રહ્યો છે.

દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાંના પાકને ઘણું નુકસાન થયું છે, જેને કારણે એના ભાવમાં અનેકગણો વધારો થયો છે. ત્યારે હાલમાં લગ્નની સીઝન શરૂ થતાં ટામેટાંની માગ વધી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે પણ એના પાકનું વાવેતર ઘટ્યું હતું.

નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અનુસાર, ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ટામેટાં ઉત્પાદક દેશ ભારત છે, જ્યાં 7.89 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ 25.05 ટન પ્રતિ હેક્ટરની સરેરાશ ઊપજ સાથે લગભગ 1. 975 મિલિયન ટન ટામેટાંનું ઉત્પાદન કરે છે. એમ છતાં પણ અહીં ટામેટાં 100 રૂપિયાની નજીક પહોંચી ગયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.