Western Times News

Gujarati News

યુવતીને લાલચો આપી શારીરીક શોષણ કરતાં ફરીયાદ

Files Photo

પ. મહીલા પોલીસે યુવતીના આક્ષેપો બાદ તપાસ શરૂ કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં રહેતી જરૂરીયાતમંદ યુવતીને રાજકીય પાર્ટીમાં જાેડાઈને તથા નોકરી આપવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા યુવતીએ બે શખ્શો વિરૂધ્ધ મહીલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે પ્રિયંકા (કાલ્પનિક નામ) વટવા વિસ્તારમાં રહે છે વર્ષ ર૦૧૮માં તેને મિત્ર દ્વારા રોનક ગોહેલ (મણીનગર) સાથે ઓળખ થઈ હતી. બાદમાં રોનકે ફોન કરીને નોકરીની ઓફર કરી હતી પ્રિયંકાને નોકરીની જરૂર હોઈ રોનકના કહયા મુજબ તેને મળવા ગઈ હતી.

જયાં પોતાની પોલીટીકલ પાર્ટીમાં જાેડાઈ જવા અને સારી જગ્યાએ સેટ કરી પગાર આપવાની લાલચ આપી હતી. બાદમાં અવનવા બહાના કરી તે પ્રિયંકાને ફોન કરતો હતો. પ્રિયંકાએ પોતાનો નોકરી છોડી રોનકના ત્યાં નોકરી શરૂ કર્યા બાદ બંને કામ અર્થે સુરતથી પરત ફરતી વખતે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોતે અપરણીત હોવાનું કહયું હતું બાદમાં રોનકે પ્રિયંકા સાથે પોતાની ઓફીસ, હોટલ તથા અન્ય સ્થળોએ શારીરિક સંબંધો બાંધી તેના ફોટો- વિડીયો મેળવી લીધા હતા આ દરમિયન તે બે વખત ગર્ભવતી બનતા પહેલા ધમકીઓ આપીને બાદમાં પોતાની રાજકીય કરીયર ખરાબ થશે તેવી કાકલુદી કરી ગર્ભપાત કરાવ્યા હતા.

દરમિયાન તે પરણીત હોવાની જાણ થયા બાદ રોનકે પોતાની પત્નીને ડિવોર્સ આપીને તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું ઉપરાંત તેના નામના બેંક એકાઉન્ટ ખોલાવીને તે પણ વાપરતો હતો.

ત્રણ વર્ષ બાદ પ જુન ર૦ર૧ રોનકે પ્રિયંકાને એસ.જી. બીઝનેશ હબ ખાતેની પોતાની ઓફીસે બોલાવી મિત્રોની સામે ઝઘડો કરી કાઢી મુકી હતી. આ ઘટના અંગે પ્રિયંકાએ પશ્ચિમ મહીલા પોલીસ સ્ટેશનમાં રોનક તથા મહાવીરસિંહ ચૌહાણ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.