Western Times News

Gujarati News

ઈજા થતાં રાહુલ કીવી સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવશે

કાનપુર, ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝની શરૂઆત થયા પહેલા જ ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. લોકેશ રાહુલ ગુરુવાર (૨૫ નવેમ્બર)થી શરૂ થનારી પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ મેચ કાનપુરમાં રમાવાની છે. ભારતીય ટીમ ઓપનિંગ બેટિંગને લઈને અસમંજસમાં હતી.

રાહુલની ઈજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. રોહિત શર્મા આ સીરિઝમાં નથી રમી રહ્યો. તો, વિરાટ કોહલી પણ પહેલી ટેસ્ટ મેચમાં આરામ કરી રહ્યો છે. રાહુલની ઈજા ક્યા પ્રકારની છે, તે હજુ જાણી શકાયું નથી. મયંક અગ્રવાલ સાથે શુભમન ગિલે ટીમના નેટ સેશનમાં ઈનિંગ્સની શરૂઆત કરી.

પુજારા સીરિઝની પહેલી મેચમાં વાઈસ કેપ્ટન છે અને તેણે પણ બેટિંગ કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ કરિયરની શરૂઆત કરવાની તક મળી શકે છે. જાેકે, એ નક્કી છે કે, તેમને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે. પહેલા માનવામાં આવતું હતું કે, શુભમન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે, પરંતુ હવે લાગે છે કે, રાહુલની ગેરહાજરીમાં હવે ગિલ ઓપનિંગ જ કરશે.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે કુલ બે ટેસ્ટ રમાવાની છે. પહેલી મેચ ૨૫ નવેમ્બરે કાનપુરમાં અને બીજી મેચ મુંબઈમાં ૩ ડિસેમ્બરે શરૂ થશે. પહેલી મેચમાં અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશિપ સંભાળશે, જ્યારે બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી પાછો આવી જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.