Western Times News

Gujarati News

આ સમુદાયની મહિલાઓએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ રદ કરવા માંગણી કરી

પ્રતિકાત્મક

મુંબઈ કોળી સમુદાયની મહિલાઓના આજીવિકા સ્ત્રોત સામે જાેખમ ઉભુ થતાં માંગણી

મુૃબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના  કારણે આડધેડ રેકલેમેશનને કારણે તેમની નૌકાઓને અને માછલી પકડવાની જાળને નુકશાન પહોંચ્યુ હતુ.

(એજન્સી) મુંબઈ, આ મહિનાના આરંભે કોળી મહિલાઓના એક નાના સમુહે વિરોધ કરતાં મુૃબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને રદ કરો. અને આ સમુદ્ર કોળી સમુદાયનો છે. એવા સુત્રો ગુૃજી ઉઠ્યા હતા.

સમુદ્રનુૃ રેકલેમેશન તેમને વધુ પ્રભાવિત કરે છે અને તેના કારણે કોળી સમુદાયની આજીવિકા પ્રભાવીત થઈ છે. ઉપરાંત મુૃબઈના સમુદ્રકાંઠાને પણ નુકશાન પહંચ્યુ હતુ. એેવી પણ તેમણે ફરીયાદ કરી છે. સમુદ્ર પૂરીને જમીન તૈયાર કરવામાં આવતી પ્રક્રિયાને રેકલેમેશન કહે છે.

આ પ્રકારના આડધેડ રેકલેમેશનને કારણે તેમની નૌકાઓને અને માછલી પકડવાની જાળને નુકશાન પહોંચ્યુ હતુ. જેના કારણે તેની આજીવિકા પ્રભાવિત થઈ હતી. અને દરિયાઈ જીવોનો નાશ થયો હતો. બિલ્ડરોના હિતોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ શહેરના મૂળ રહેવાસીઓને તટીય વિસ્તાર અને શહેરમાથી યેનકેન પ્રકારે બહાર હાંકી કાઢવામાં આવી રહ્યા છે. એવી મહિલાઓએ ફરીયાદ કરી હતી.

શહેરના કોલીવાડા વિસ્તાર સકોચાતો જાય છે એવુ અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ માનીની વરલીકરે જણાવ્ય્‌ુ હતુ. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કોળી સમુદાયની સંખ્યા ૧ કરોડ જેટલી છે અને હાલ તેમની સામે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે.

માત્ર આજીવિકા જ નહીં પરંતુ પ૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ અને જીવન પધ્ધતિ લુપ્ત થવાને આરે છે એવુૃ તેમણેે જણાવ્યુ હતુ. કોળી સમુદાયમાં મહિલાઓ પરંપરાગત રીતે બોસ હોય છે. અને તેથી મહિલાઓ દ્વારા જ તમામ નિર્ણયો લેવામા આવતા હોય છે. જ્યારે પુરૂષો રસોઈકામ કરે છે. બાળકોની સંભાળ રાખે છે અને ઘરગુથ્થુ કામકાજ કરે છે.

તેઓ સમુદ્રમાં જાય છે અને માછલીઓ પકડીને સવારે પરત આવે છે. ત્યારબાદ મહિલાઓ સમગ્ર વ્યવસાય સંભાળી લેતી હોય છે. અને તેનુૃં સોર્ટીંગ આઉટ કરીનેે તેના જથ્થાબંધ અને છૂટક વેચાણ માટે બજારમાં લઈ જાય છે અને આથી નાણાૃકીય અને ધંધાકીય નિર્ણયો પણ મહિલાઓ જ લેતી હોય છે. ચેન્દાની કોલીવાડાની માછીમાર મહિલા સુષ્મા ભોંયરે જણાવ્યુ હતુ કે ઉત્તર ભારતીય હિજરીતીઓના પ્રવાહને કારણેે તેમનો બિઝનેસ પ્રભાવીત થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.