Western Times News

Gujarati News

ગુજ. હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની ઝાટકણી કાઢી, ૯ ડિસેમ્બર સુધી કાર્યવાહી શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ

અમદાવાદ, ધોરાજી નગરપાલિકા માં પારાવાર ગંદકી અને સફાઈ કર્મચારીની ભરતી માટે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી સામે કન્ટેમ્પ્ટની અરજી ઉપર સુનાવણી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્ટે કરેલા આદેશનું પાલન ન થતા તેની સામે કન્ટેમ્પ્ટની અરજી થતા કોર્ટે નગરપાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.અગાઉ કોર્ટે સ્ટાફની ભરતી કરવા મામલે આદેશ આપ્યો હતો.

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાફની ભરતી ન કરાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ સામે અગાઉ ગુજરાત હાઈકોર્ટે આદેશકર્યો હતો કે વિસ્તારમાં પારાવાર ગંદકી દૂર કરવા અને સ્ટાફની ભરતી કરવા મામલે કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો, પણ તેની પૂરતી ન કરાતા કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી થઈ હતી.

આ મુદ્દે આજે કોર્ટમાં મનપા કમિશ્નર રાજકુમાર બેનિવાલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ હાજર રહ્યા હતા. જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કોર્ટના તિરસ્કાર બદલ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.૯ ડિસેમ્બર સુધીમાં સફાઈ કર્મચારીઓની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેકોર્ટે આદેશ કર્યો હતો કે, ૯ ડિસેમ્બર સુધીમાં સફાઈ કર્મચારીઓની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવે.

મહત્વનું છે કે અગાઉ ધોરાજીના એક જાગૃત નાગરિક દ્વારા ૨૦૧૪માં ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં ગંદકી, સ્ટાફની અછત ભૂગર્ભ ગટર યોજના જેવી સમસ્યાઓ મામલે કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.